પરીક્ષા:ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની સેમેસ્ટર 3, 5ની પરીક્ષા 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરીએ ઓફલાઇન યોજાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનાં 45 સેન્ટર પર પરીક્ષાનું આયોજન
  • વિદ્યાર્થીઓ પોતાનાં શહેરની આસપાસનાં કેન્દ્રો પર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠ‌વાઈ

ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની સેમેસ્ટર 3, 5ની પરીક્ષા 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરીએ ઓફલાઇન યોજાશે. અગાઉ 8 અને 17 ડિસેમ્બરે સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. અમદાવાદ સહિત રાજ્યનાં 45 કેન્દ્રો પરથી પરીક્ષાનું આયોજન કરાશે.

વિદ્યાર્થીઓ પોતાનાં શહેરની આસપાસનાં કેન્દ્રો પર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠ‌વાઈ છે. આ માટે વિદ્યાર્થીઓને 21 ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને એક્ઝામ ટેબમાં ચોઇસ ફોર એક્ઝામ સેન્ટરમાં જઈને કેન્દ્રની પસંદગી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...