ઉજવણી:આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત યુનિવર્સિટી 75 ગામોમાં ત્રી-દિવસીય શિબિર યોજશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • 29, 30 અને 31 ઓક્ટોબરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

દેશની આઝાદીના 75 વર્ષની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. સરકારે આ વર્ષે અઝાદી કા અમૃત મહોત્સવના સૂત્ર સાથે ઉજવણી કરી છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી એ પણ સ્વેચ્છાએ 75 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. 75 વર્ષની ઉજવણી માટે 75 ગામોમાં ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમ કરીને ગુજરાત યુનિવર્સિટી ઉજવણી કરશે.

75 ગામોમાં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી
ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી 29, 30 અને 31 ઓક્ટોબરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 75 વર્ષની ઉજવણી માટે 75 ગામોમાં કાર્યક્રમ કરવામાં આવશે. 3 દિવસમાં 5 પ્રકલ્પના આધારે કાર્યક્રમ કરવામાં આવશે. ગામમાં લોકો જાગૃત થાય તે માટે આ ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ NSSના ઉપક્રમે કરવામાં આવશે. કાર્યક્રમ માટે કુલપતિ દ્વારા ખાસ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

સરકારે નક્કી કર્યું ત્યારથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા 75 વર્ષની ઉજવણી તો કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 1 થી 15 ઓગસ્ટ સુધીમાં આઝાદી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. જે બાદ આઝાદીમાં ફાળો આપનાર પર 75 દિવસ સુધી રોજ અલગ અલગ વર્ચ્યુઅલ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જે બદલ વર્લ્ડ રેકોર્ડ પણ ગુજરાત યુનિવર્સિટીને મળ્યો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ કોર્ડિનેટર અને કો-ઓર્ડિનેટર બનાવીને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

29 થી 31 ઓક્ટોબર સુધીમાં ત્રણ દિવસ એક જ ગામમાં રોકીને 5 પ્રકલ્પ પર કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં કોરોના સંક્રમણ અટકાવવા તથા રસીકરણ, પર્યાવરણ-સ્વચ્છતા-જળ સંરક્ષણ તેમજ જળ સંચય, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ અને ફીટ ઇન્ડીયાના પ્રકલ્પ સાથે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શિક્ષણ, વ્યસન મુક્તિ અને સામાજિક દુષણો દુર કરવા જેવા સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે NSSના સ્ટેટ યુનિટ હેડ અને ગુજરાત યુનિવર્સિટી તરફથી નટુભાઈ વર્મા સુપરવિઝન કરશે, દરેક ગામમાં 30 વ્યક્તિની ટીમ હાજર રહેશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અને NSS સહતે જોડાયેલ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને રજીસ્ટ્રાર પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.