• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat University Students Trapped By Raising Their Hands From Admission Process, NSUI Locks Admission Cell With Additional Demand For Seats

વિરોધ પ્રદર્શન:ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયામાંથી હાથ ઉંચા કરતાં વિદ્યાર્થીઓ ફસાયા,NSUIએ સીટ વધારાની માંગ સાથે એડમિશન સેલને તાળા માર્યાં

અમદાવાદએક વર્ષ પહેલા
ગુજરાત યુનિવર્સિટીના એડમિશન સેલને તાળા બંધી
  • ગુજરાત યુનિવર્સિટીમાં BBA અને BCAમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં
  • વિદ્યાર્થીઓએ વધુ ફી ભરીને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડશે

ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા હવે કોલેજોને સોંપી દીધી છે. એડમિશન માટે કોલેજોમાં વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. પરંતુ હવે એડમિશન માટેની માહિતી માટે યુનિવર્સિટીના એડમિશન સેલ પર જતાં વિદ્યાર્થીઓને માહિતી મળતી નથી અને માત્ર કોલેજોનો સંપર્ક કરવાની જ વાત કરવામાં આવે છે. ત્યારે ગ્રેજ્યુએશન સહિત BBA અને BCAમાં પણ આ પ્રકારની જ સ્થિતિ છે. ત્યારે BBA અને BCAમાં અનેક વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેથી NSUIએ સીટ વધારાની માંગ સાથે એડમિશન સેલને તાળા મારી દીધાં છે.

સીટો વધારવામાં નહીં આવે તો વિરોધ કરાશે
NSUIના મહામંત્રી કુણાલસિંહ જેતાવતે જણાવ્યું હતું કે યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા બંધ કરવાની તૈયારીમાં છે. પરંતુ હજુ અનેક વિદ્યાર્થીઓ હજુ પ્રવેશથી વંચિત છે.પ્રવેશ પ્રક્રિયાની મુદત અને સીટ વધારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓએ વધુ ફી ભરીને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડશે. જેથી સીટ વધારવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયાની મુદત વધારવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિરોધ કરીશું.

NSUIના મહામંત્રી કુણાલસિંહ જેતાવત સહિતના કાર્યકરોએ વિરોધ કર્યો
NSUIના મહામંત્રી કુણાલસિંહ જેતાવત સહિતના કાર્યકરોએ વિરોધ કર્યો

BSCમાં કુલ 15 હજાર બેઠકો પૈકી 6 હજાર બેઠક જ ભરાઈ
ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. મોટા ભાગના કોર્ષની એડમિશન પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે સાયન્સ વિભાગમાં BSCની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. BSCમાં કુલ 15 હજાર બેઠકો પૈકી 6 હજાર બેઠક જ ભરાઈ છે. જ્યારે હજુ 9000 બેઠક ખાલી છે, જોકે અત્યારે પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા સમય કરતા મોડા શરુ થઇ હતી. જેથી એડમિશન પ્રક્રિયા ઝડપી કરવા એડમિશન કમિટી દર પ્રયત્ન કરવામાં આવતા હતા પરંતુ નાની મોટી ખામીઓને કારણે એડમિશન પ્રક્રિયા ધીમી પડી હતી.

NSUIએ સીટ વધારાની માંગ સાથે એડમિશન સેલને તાળા મારી દીધાં
NSUIએ સીટ વધારાની માંગ સાથે એડમિશન સેલને તાળા મારી દીધાં

BSCની પ્રવેશ પ્રકિયા સંપૂર્ણ પણે બંધ કરાઈ
BSCની એડમિશન કમિટીના સભ્ય એચ.એમ.પટેલે જણાવ્યું હતું કે, BSCમાં કુલ 15 હજાર બેઠક હતી જે પૈકી 6 હજાર બેઠક પર જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે BSCમાં A ગ્રુપ કરતા B ગ્રુપમાં ઘસારો વધુ જોવા મળ્યો હતો. માઈક્રો બાયોલોજી અને બાયોટેકમાં વધુ પ્રવેશ વિદ્યાર્થીઓએ લીધો છે. અત્યારે BSCની પ્રવેશ પ્રકિયા સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને અત્યાર સુધી પ્રવેશ આપી દેવામાં આવ્યા છે, હજુ કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જશે તો પ્રવેશ માટે વિચારણા કરવામાં આવશે.