તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ નાખુશ:ગુજરાત યુનિવર્સિટીના LLBના પરિણામથી વિદ્યાર્થીઓને અસંતોષ, આક્ષેપ સાથે કહ્યું- સાચું લખ્યું છતાં ઓછા માર્કસ આપ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
LLBના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ નારાજગી વ્યક્ત કરવા યુનિવર્સિટી દોડી ગયા - Divya Bhaskar
LLBના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ નારાજગી વ્યક્ત કરવા યુનિવર્સિટી દોડી ગયા
  • જે વિદ્યાર્થીઓને અસંતોષ હોય તે રિ-ચેકિંગ માટે અરજી કરી શકે છે: લૉ વિભાગના ડીન

ગુજરાત યુનિવર્સિટીમાં 2 દિવસ અગાઉ સાંજે પરિણામ જાહેર થયું હતું, પરંતુ પરિણામ વેબસાઇટ પર કોઈ કારણથી દેખાતું નહોતું. જે બાદ ગઈકાલે 24 કલાક બાદ ફરીથી વેબસાઇટ પર પરિણામ દેખાતા વિદ્યાર્થીઓએ પરિણામ જોયું ત્યારે સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે સાચુ લખ્યું છતાં ઓછા આપ્યા છે. જેને લઈને વિદ્યાર્થીઓએ પરીક્ષા વિભાગને રજૂઆત કરી હતી.

પરિણામમાં ગરબડ થયાનો આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીમાં લેવાયેલી LLBની સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને અસંતોષ થતાં વિરોધ શરૂ થયો હતો. કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને પરિણામમાં ગરબડ થઈ હોવા અંગે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે, સાચું લખ્યું હોવા છતાં ઓછા માર્કસ આપ્યા છે..

એક જ સિરિઝના અનેક વિદ્યાર્થીઓને નાપાસ કરાયાનો આક્ષેપ
અખિલ ગોહિલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું એસ.વી કોલેજમાં અભ્યાસ કરું છું. મને એક વિષયમાં 7 માર્કસ જ આપ્યા છે. મેં પેપર સાચું લખ્યું છે છતાં માર્કસ ઓછા મળ્યા છે. એક જ સિરિઝમાં બીજા અનેક વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવ્યા છે. પેપર તપાસનારની ભૂલના કારણે હું અને બીજા અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. યુનિવર્સિટીમાં રજૂઆત કરી ત્યારે રિ-ચેકિંગ અને RTI કરીને પેપર ફરીથી તો તપાસવા જણાવ્યું હતું. જેમાં વધુ સમય વિતી જાય તેમ છે.

એક જ પેપરમાં નાપાસ કરાઈ
અન્ય વિદ્યાર્થિની સુલતાનાએ જણાવ્યું હતું કે, મારા 1 થી 3 સેમેસ્ટરમાં સારા માર્ક્સ આવ્યા છે. ચોથા સેમેસ્ટર માટે પણ મેં સારી મહેનત કરી હતી. 1 જ પેપરમાં મને નાપાસ કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે મે સાચું લખ્યું છે છતાં માર્કસ ઓછા આપ્યા છે. મારું વર્ષ બગડશે, યુનિવર્સિટી કહેશે તો કાલે ફરીથી રિ-ટેસ્ટ આપીશ. મને વિશ્વાસ છે હું પાસ થઈશ.

નારાજ વિદ્યાર્થીઓએ રિ-ચેકિંગની અરજી કરવી જોઈએ
આ અંગે લૉ વિભાગના ડીન ડૉ.આર.વી.મહેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરિણામથી અસંતોષ હોય તો રિ-ચેકિંગ માત્ર અરજી કરવી જોઈએ, જેમાં 2 પ્રોફેસર દ્વારા ફરીથી પેપર ચેક કરવામાં આવશે.પરિણામમાં ભૂલ હશે તો સુધારી જશે અને ભૂલ નહી હોય તો પણ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...