તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ:ગુજરાત યુનિવર્સિટીને ઇમેલ ના મળતા વિદ્યાર્થીને ફેલ કરાયો, રૂબરૂ મળતા રજૂઆત કરતાં આશ્વાસન આપી ધક્કા ખવડાવે છે

અમદાવાદ17 દિવસ પહેલા
ગુજરાત યુનિવર્સિટી
  • વિદ્યાર્થીઓએ માર્કશીટ અને અન્ય ઝેરોક્ષ જમા કરાવી છતાં પરિણામ શૂન્ય
  • પરીક્ષા નિયામક કહે છે કે, વિદ્યાર્થીઓની અરજી ધ્યાને લઈને આગળની પ્રોસેસ ચાલુ છે
  • વિદ્યાર્થીઓના ઈમેલ ન મળ્યો કે અસાઈન્મેન્ટ અપલોડ ન થયું હોય તો ફેલ કરાયો હોવાનો યુનિવર્સિટીનો બચાવ

ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે. જેનું પરિણામ વિદ્યાર્થીએ ભોગવવું પડ્યું છે. વિદ્યાર્થીએ કોરોના કાળમાં યુનિવર્સિટીએ નક્કી કરેલા અસાઈન્મેન્ટ ઓનલાઇન સબમિટ કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને ન મળતા વિદ્યાર્થીને ફેલ કરાયો છે. હાલ યુનિવર્સિટીએ વિદ્યાર્થી પહોચતા તેને આશ્વાસન આપી રવાના કરી દેવાય છે અને તેને હજુ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે.

એક વિદ્યાર્થીએ 16 જાન્યુઆરીએ જ મેઈલમાં એસાઈન્ટમેન્ટ મોકલી
કોરોનાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા લેવાઈ ન હતી, જે બદલ યુનિવર્સિટી તરફથી અસાઈન્મેન્ટ લખીને ઓનલાઇન સબમિટ કરાવવામાં હતા. બી.કોમ સેમેસ્ટર-4માં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી રહેલા શુભમ કલવાડે નામના વિદ્યાર્થીએ 16 જાન્યુઆરીએ સબમિટ કરાવ્યા હતા. અસાઈન્મેન્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરી હતી. વહેલા અસાઈન્મેન્ટ જમા કરાવવા થતાં 5 માર્ચે રિઝલ્ટ આવ્યું ત્યારે તે તમામ વિષયોમાં ફેલ હતો.

મેઈલમાં એસાઈન્મેન્ટ મોકલવા છતાં શુભમ ફેલ થયો છે
મેઈલમાં એસાઈન્મેન્ટ મોકલવા છતાં શુભમ ફેલ થયો છે

વિદ્યાર્થીને રાહ જોવા કહેવામાં આવે છે
પરિણામ જોઈને વિદ્યાર્થીને ધ્રાસ્કો લાગ્યો હતો. જેથી તે બીજા દિવસે યુનિવર્સિટી ગયો હતો અને રિઝલ્ટ અંગે વાતચીત કરી હતી. ત્યારે ત્યાં તેને જણાવવામાં આવ્યું કે, આવુ બીજા વિદ્યાર્થી સાથે પણ થયું છે. જેથી તું એક અરજી અને અગાઉના સેમેસ્ટરની માર્કશીટ આપી દેજે. જેથી શુભમે માર્કશીટ અને અન્ય ઝેરોક્ષ જમા કરાવી હતી. જે બાદ શુભમ 15 દિવસ બાદ ફરીથી યુનિવર્સિટી તપાસ માટે ગયો હતો. ત્યાં ઇન્કવાયરી કાઉન્ટર પણ તેણે રજૂઆત કરી ત્યારે જણાવવામાં આવ્યું કે, આવું અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ થયું છે, જે અંગે પ્રોસેસ ચાલુ છે. માટે રાહ જો પાસ કરી દેવાશે નહીં તો ફરીથી પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરી દે.

અસાઈન્મેન્ટની ચકાસણી કરી રિઝલ્ટ જાહેર કરશે
આ મામલે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે, આ બાબત અમારા ધ્યાનમાં છે, અમે વિદ્યાર્થીઓની અરજી લીધી છે અને આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે. વિદ્યાર્થીએ ઈમેલ કર્યો તે કોઈ કારણસર ના મળ્યો હોય અથવા અસાઈન્મેન્ટ અપલોડ ના થયો હોય તો પણ ફેલ કરવામાં આવ્યો હોય જેથી તે અંગે ચકાસણી કરીને ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

પરિણામમાં ગરબડથી વિદ્યાર્થીઓ ચિંતામાં
હાલ છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આવી રહી છે અને હજુ સુધી ચોથા સેમેસ્ટરના પરિણામમાં ગડબડ હોવાને કારણે અનેક વિદ્યાથીઓ ચિંતામાં મુકાયા છે. છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી અને આગળના અભ્યાસ અંગે તૈયારી કરવી હોય છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. યુનિવર્સિટીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો