NSUIનો આક્ષેપ:ખાનગી યુનિ.ઓને ફાયદો કરાવવા ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા મોડી શરૂ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ છતાં ગુજરાત યુનિવર્સિટીમાં હજુ એડમિશન અટવાયેલું: NSUI

ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય કરતાં એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ છે. ત્યારે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે, ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરવા ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા મોડા શરૂ કરી છે. અનેક વિદ્યાર્થીઓએ ડરના કારણે અગાઉથી જ ખાનગી યુનિવર્સિટીમાં ફી ભરી દીધી છે.

ગુજરાત યુનિ.માં એડમિશન પ્રક્રિયા ધીમી ગતિએ
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ ગુજરાત યુનિવર્સિટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ છે. પ્રક્રિયા મોડા શરૂ થઈ તે અગાઉ ખાનગી યુનિવર્સિટીઓ એડમિશન આપવામાં શરૂ કર્યા હતા. ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન શરૂ થતાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન ના મળવાનો ડર હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ વધુ ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી લીધા છે ત્યારે હજુ પણ ગુજરાત યુનિવર્સિટીમાં ખૂબ ધીમી ગતિએ એડમિશન પ્રક્રિયા થઈ રહી છે.

NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીની તસવીર
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીની તસવીર

ખાનગી યુનિ.માં એડમિશન ફૂલ
વધુમાં ભાવિકે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સીધી રીતે ખાનગી યુનિવર્સિટી સાથે સંકળાયેલી નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કેટલાક સત્તાધીશોના સંબંધ ખાનગી યુનિવર્સિટી સાથે છે, જેના કારણે ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ થવાની ગુજરાત યુનિવર્સિટીએ રાહ જોઈ અને હવે મોટા ભાગની ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ થતાં હવે ગુજરાત યુનિવર્સિટી ધીમી ગતિએ એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે. અનેક ગરીબ વિદ્યાર્થીઓએ પણ વધુ ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી લીધા છે.