અમિત શાહનું વિદ્યાર્થીઓને સંબોધન:કાશ્મીરના સ્ટુડન્ટ્સને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કરી સ્ટાર્ટઅપને વેગ આપવા હાંકલ કરી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેબિલિટી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ મારફતે હાજરી આપી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. અમિત શાહે ગુજરાત આવેલા કાશ્મીરના વિદ્યાર્થીઓને અહીંના સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કરી કાશ્મીરમાં પણ સ્ટાર્ટઅપ ક્ષેત્રની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે હાંકલ કરી.

કાશ્મીરના વિદ્યાર્થીઓ ગુજરાતની મુલાકાત લીધી
ગુજરાત યુનિવર્સિટીએ શ્રીનગર ખાતે કાશ્મીર યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. જેને લઈને 22મી ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી કાશ્મીરથી આવેલ વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યના અલગ અલગ સંસ્થાનો અને મહત્વના સ્થળોની મુલાકાત લીધી. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ હાજર રહ્યા અને તેમને કાશ્મીર ફેસ્ટિવલના આયોજન માટે ગુજરાત અને તેમણે ગુજરાત યુનિવર્સિટીથી ઉત્તમ સ્થળ બીજું કોઈ ન હોઈ શકે તેમ જણાવ્યું.

સહકારી મંડળી સ્થાપવાનો નિર્ણય લીધો
સૌથી મોટી વાત તો એ છે કે, કાશ્મીરથી આવેલા વિદ્યાર્થીઓએ નવસારીના અલમસડની મુલાકાત લીધી હતી. જ્યાં ત્યાંની સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી સહકારી મંડળીઓ અંગે પણ જાણકારી મેળવી તેમાંથી પ્રેરણા લઈને દસ દિવસની સ્ટડી વિઝીટ માટે આવેલ ત્રણ વિદ્યાર્થીનીઓએ કાશ્મીરમાં જઈને સ્થાનિક મહિલાઓને રોજગારીની તક મળે તે માટે સહકારી મંડળી સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ પહેલી વાર હશે કે કાશ્મીરમાં કોઈ મહિલાઓ દ્વારા સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...