તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની પરીક્ષા:આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટની ઓફલાઈન પરીક્ષા, હાજર ન રહી શકનારને બીજી તક અપાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટની ઓફલાઈન પરીક્ષા, હાજર ન રહી શકનારને બીજી તક અપાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 26 માર્ચથી PGના અલગ અલગ વિષયની પરીક્ષા યોજવવાની છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અગાઉ 18 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા રદ કરવામાં આવી હતી.પરંતુ PGના અલગ અલગ ક્ષેત્રોની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓફલાઈન પરીક્ષા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણથી પરીક્ષા ના આપી શકે તેમને બીજી તક આપવામાં આવશે નહીં

11 શાખાની પરીક્ષા યોજાશે
ગુજરાત યુનિવર્સિટીમાં 18 માર્ચથી પ્રથમ સેમેસ્ટરના અલગ અલગ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ અને પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને પડતી અગવડને લઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કેસ વધતા શિક્ષણ મંત્રી દ્વારા પણ ઓફલાઈન શાળા કોલેજ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાલથી અલગ અલગ 11 ક્ષેત્રની પરીક્ષા લેવામાં આવવાની છે.

પરીક્ષાની કોરોનાના કારણે વિદ્યાર્થીઓને બીજી તક અપાશે
ગુજરાત યુનિવર્સિટીની MA, MSC, MMCJ, MDC, M.COM, MLW અને M.EDની પરીક્ષા યોજાવવાની છે.પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર જણાય વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. આવતીકાલથી શરૂ થતી પરીક્ષા ફરજિયાત ઓફલાઈન આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પરીક્ષા આપી શકશે નહીં તેમને બીજી તક પણ આપવામાં આવશે. ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ઝડપથી યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવી રહી છે. કોરોના કેસ વધે તો ગત વર્ષની જેમ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવી પડે જેના કારણે શૈક્ષણિક સત્ર પણ મોડું શરૂ થાય તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો