તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ગુજરાત યુનિવર્સિટીની PG ફિઝિયોથેરાપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 8 જૂને યોજાશે પરીક્ષા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • કોરોનાના કારણે 7મી મેના રોજ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કેસોમાં વધારો થતા ઘણી પરીક્ષાઓ રદ થઈ હતી. જોકે હવે રાજ્યમાં કેસો ધીમે ધીમે ઘટતા ફરીથી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા PG ફિઝિયોથેરાપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષા 8 જૂને લેવાનો નિર્ણય કરાયો છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

PG ફિઝિયોથેરાપી અને નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષાની નવી તારીખ જાહેર
ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રમાં કહેવાયું છે કે, કોરોનાને કારણે PG ફિઝિયોથેરાપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષા 7 મેના રોજ યોજાવવાની હતી. જેને પેન્ડેમિક પરિસ્થિતિના કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી. તે હવે 8 જૂનને મંગળવારના રોજ સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેના નિયત સ્થળે જ લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર
ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર

ગુજરાત યુનિ.માં ઓનલાઈન મોક ટેસ્ટ
નોંધનીય છે કે કોરોનાને કારણે સ્કૂલોમાં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં B.COM સેમેસ્ટર-6ની પરીક્ષામાં પ્રશ્ન સાચો પૂછવામાં આવ્યો હતો પરંતુ તેના ઉત્તર માટે આપેલા ચાર વિકલ્પો ખોટા હતાં. ફાઈનલ પરીક્ષા અગાઉ યોજાયેલ મોક ટેસ્ટમાં જ યુનિવર્સિટીના છબરડા સામે આવી રહ્યાં છે.

મોક ટેસ્ટ 40 મીનિટ મોડો શરુ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સીટીની બીકોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષા આજે સવારે 11 થી 1 દરમિયાન યોજાઈ હતી. ત્યારે પરીક્ષામાં 7 નંબરના પ્રશ્નમાં ATM નું પૂરું નામ પૂછવામાં આવ્યું હતું જે માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. આ ચાર વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને વિદ્યાર્થીઓને લખવાનો હોય છે. પરંતુ ચારેય વિકલ્પો જ ખોટા હતા જેને લઈને વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. ગઈ કાલે પણ લેવાયેલ મોક ટેસ્ટ 40 મીનિટ મોડો શરુ થયો હતો.