તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાર્થીઓને અગવડતા:ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ BRTS-AMTS બંધ રહેતા હેરાન, રીક્ષામાં બેસતા કોરોનાનો ડર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષાર્થીઓએ રીક્ષામાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું - Divya Bhaskar
પરીક્ષાર્થીઓએ રીક્ષામાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું
  • પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટની અલગ અલગ વિષયની પરીક્ષા આજથી શરૂ થઈ છે. ત્યારે 20,000થી વધુ વિદ્યાર્થીઓની આજે 2 તબક્કામાં પરીક્ષા યોજાઈ હતી. જો કે, પરીક્ષા આપવા પહોંચેલા પરીક્ષાર્થીઓ BRTS/ AMTS બસો બંધ હોવાને કારણે હેરાન-પરેશાન થયા હતા. બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ રીક્ષામાં કે અન્ય રીતે પરીક્ષા કેન્દ્ર સુધી જેમતેમ કરીને પહોચ્યાં હતાં. જો કે રીક્ષામાં વધુ સંખ્યામાં બેસવાથી કોરોના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે.

પરીક્ષાર્થીઓ બસ બંધ રહેતા હેરાન થયાં
યુનિવર્સિટીની 18 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા BRTS/AMTS બસ બંધ હોવાને કારણે અને વધતા જતા કોરોનાના કેસને લઈને મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આજે શુક્રવારથી યોજાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવી નથી. આજે વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષા આપી છે, પરંતુ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો પરીક્ષા આપીને પરત ઘરે જવા માટે પણ એ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ AMTS/BRTS બસમાં કોલેજ અવરજવર કરતા હોય છે, પરંતુ અત્યારે બસો બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.

પરીક્ષા આપવા માટે જેમતેમ કરીને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા
પરીક્ષા આપવા માટે જેમતેમ કરીને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા

ટુ-વ્હીલર પર વાલીઓ અને મિત્રો મૂકવા આવ્યા
કેટલાક વિદ્યાર્થીઓ શટલ રીક્ષામાં પણ પરીક્ષા કેન્દ્ર સુધી આવ્યા હતા, પરંતુ તેમને પણ રીક્ષામાં વધુ પેસેન્જર હોવાને કારણે કોરોના થવાનો ડર છે. કેટલાક વિદ્યાથીઓને તેમના વાલી, ભાઈ-બહેન કે અન્ય મિત્રો ટુ-વ્હીલર પર મૂકવા આવ્યા હતા. જેમને નોકરી - ધંધામાં રજા પાડીને આવવું પડ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે
ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો