રાજ્યની સૌથી મોટી અને નામાંકીત સરકારી યુનિવર્સિટી ખાનગીકરણ તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટરના નેજા હેઠળ વિવિધ સર્ટિફિકેટની ફીમાં વધારો કર્યો છે. યુનિવર્સિટીએ સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય કરીને ખાનગી કંપનીને કામગીરી સોંપી છે. ખાનગી કંપનીને કામ આપતા હવે સીધી જ ફી વધારી દેવામાં આવી છે. 500થી 800 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
માર્કશીટ વેરિફિકેશનનાં 50 રૂ. ફીનાં 404 ફી કરાઈ
વિવિધ સર્ટિફિકેટની વાત કરવામાં આવે તો માર્કશીટ વેરિફિકેશનનાં 50 રૂ. ફીનાં 404 ફી કરાઈ, ડિગ્રી વેરિફિકેશનનાં 200નાં 554 ફી કરાઈ, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં 500નાં 736 કરાયા, માઇગ્રશન સર્ટિફિકેટનાં 110 રૂ નાં 452 કરાયા, પ્રિવિઝનલ સર્ટિફિકેટનાં 200 નાં 436 કરાયો છે. અગાઉ વિદ્યાથીઓને 1500નો ખર્ચ થતો જે હવે 4500 સુધી પહોંચ્યો છે.
પહેલાં વિદ્યાર્થી 1500 રૂપિયામાં તમામ ફી ભરી શકતો
ફી વધારે મામલે NSUIના નેતા નારાયણ ભરવાડનું કહેવું છે કે, આ ફી વધારો અસહ્ય છે અને યુનિવર્સિટીએ ફી ઘટાડવી જોઈએ. જે વિદ્યાર્થી પહેલા 1500 રૂપિયામાં તમામ ફી ભરી શકતો હતો, તેને હવે 4500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ત્યારે આ ફી વિદ્યાર્થીઓને પોસાય તેમ નથી. જેથી ભાવ ઘટાડવામાં આવે નહીં તો આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.