તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલને 8 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ માટે પેપર સેટ સાથે સારથી એપ્લીકેશન લોન્ચ કરાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ના કુલપતિ (ડાબે) અને ગ્રંથપાલ (વચ્ચે)ની તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ના કુલપતિ (ડાબે) અને ગ્રંથપાલ (વચ્ચે)ની તસવીર
  • સારથી એપ્લિકેશનમાં જુદી જુદી પરીક્ષાના પ્રશ્ન પત્રો વિદ્યાર્થીઓને મળી રહેશે

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ગ્રંથાલયમાં કાર્યકરી ગ્રંથપાલ યોગેશ પારેખ 2013થી કાર્યરત છે. ગ્રંથપાલ યોગેશ પારેખના ગ્રંથપાલ તરીકે 8 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ માટે સારથી નામની પેપરની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. તો પત્રકારોને સમર્પિત બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ માટે સારથી નામની એપ લોન્ચ કરાઈ
ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં ગ્રંથપાલ યોગેશ પારેખ, કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર, રજીસ્ટ્રાર પી.એમ.પટેલ અને અલગ અલગ વિભાગના વડા હાજર રહ્યા હતા. જીએલએસ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા બનાવવામાં આવેલી સારથી નામની એપ્લિકેશન જે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે જુના પ્રશ્ન પત્રો પુરા પડશે તે લોન્ચ કરવામાં આવી હતી. ઉપરાંત પત્રકારોને સમર્પિત એક બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

પુસ્તકોનું પણ ડિજીટલાઈઝેશન કરાયું
ગ્રંથપાલ યોગેશ પારેખના ચાર્જ સંભાળ્યા બાદ ગ્રંથાલયનો નકશો બદલાયો છે. તમામ બુકનું ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓ ઘરે બેઠા વાંચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રંથાલયમાં દરેક બુકની ઉપર નિશાની કરવામાં આવી છે, જે બુક નોંધણી કર્યા વિના ગેટની બહાર લઇ જવામાં આવે તો સાયરન વાગે જેથી કોઈ પણ બુક નોંધણી વિના બહાર ના લઇ જઈ શકે. આ ઉપરાંત ગ્રંથાલયમાં અનેક સુવિધાઓ શરુ કરવામાં આવી છે.