આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 250 કોલેજ અને 65 અનુસ્નાતક ભવનોમાં આજે મોટી સંખ્યામાં યુનિવર્સિટીના પદાઅધિકારી, સત્તામંડળના સદસ્યો,વિધાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી સ્ટાફ દ્વારા તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે તિરંગા લહેરાવવાની સાથે સગા સંબંધીઓ સોસાયટીના નિવાસી સહિત સૌને આ અભિયાનમાં જોડવા માટેના શપથ લીધા હતા.
યુવા દિવસ નિમિત્તે તિરંગા ઉત્સવ પદયાત્રા યોજાશે
ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને હર ઘર તિરંગા અભિયાનના નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોના અંદાજે 5000 અને કોલેજોના 15000 એમ કુલ 20000ની સંખ્યામાં શૈક્ષણિક સમુદાયે આ શપથ લીધા હતા. અભિયાનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે તિરંગા ઉત્સવ પદયાત્રા યોજાશે,જે ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી પ્રવેશ દ્વારથી શરૂ થઇને દાદાસાહેબના પગલા ચાર રસ્તાથી એલ .ડી. એન્જીયરીંગ કોલેજના રસ્તેથી રંગમંચ એમ્પીથીયેટર પરત ફરશે.
મોટી સંખ્યામાં વિધાર્થીઓ પણ જોડાશે
આ તિરંગા ઉત્સવ પદયાત્રામાં ગુજરાત યુનિવર્સીટી કોલેજો અનુસ્નાતક ભવનો સહિત એન.એસ.એસકેડેટસ,એન.સી.સી કેડેટસ, શારિરિક શિક્ષણ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ સંશોધકો અધ્યાપકો યુનિવર્સિટીના પદાઅધિકારીઓ,સત્તામંડળના સદસ્ય વહીવટી સ્ટાફ જોડાશે.આજે યોજાયેલા પદવીદાન સભારંભ દરમિયાન પણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો,હિમાંશુ પંડયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના સંદર્ભે અમદાવાદ કલેકટર ઓફિસ, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી સંયોજનમાં ઓગસ્ટ માસમાં યોજનાર હર ઘર તિરંગા અભિયાન થી તિરંગા ઉત્સવ પદયાત્રા સહિતના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં સૌને ઉત્સાહભેર હભાગી થવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.