તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં 50,000થી વધુ રજીસ્ટ્રેશન થયા, 8 સપ્ટેમ્બર સુધી ચોઈસ ફીલિંગ થઇ શકશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10થી 12 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ માર્ક્સ અને કેટેગરી ચકાસવાની રહેશે

ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાય સમયથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી જે હવે પૂર્ણ થઇ છે. કોમર્સની અલગ અલગ સ્ટ્રીમમાં 41,000 સીટની સામે 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે હવે યુનિવર્સિટીએ એડમિશનને લઈને સીડ્યુલ જાહેર કર્યું છે જે મુજબ હવે 8 ઓગસ્ટ સુધી ચોઈસ ફીલિંગ થઇ શકશે.

8 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી ચોઈસ ફીલિંગ થઇ શકશે
ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સની B.COM, BBA, BCA, MSC.IT અને MBA એમ અલગ અલગ સ્ટ્રીમ માટે હવે રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધી 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રક્રિયા માટેનું શીડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 8 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી ચોઈસ ફીલિંગ થઇ શકશે.10 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. 10થી 12 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ માર્ક્સ અને કેટેગરી ચકાસવાની રહેશે તેમાં ભૂલ જણાય તો યુનિવર્સિટીને મેલ કરીને જાણ કરવાની રહેશે.

22થી 24 સપ્ટેમ્બર સુધીમાં ફાળવેલ કોલેજ માટે ફી ભરવાની રહેશે
16 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી ફાઈનલ મેરીટ લીસ્ટ અને મોક રાઉન્ડ માટે કોલેજ ફાળવવામાં આવશે જે બાદ 16થી 18 સપ્ટેમ્બર પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કરવાની રહેશે. 22 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ માટે કોલેજ ફાળવવામાં આવશે. 22થી 24 સપ્ટેમ્બર સુધીમાં ફાળવેલ કોલેજ માટે ફી ભરવાની રહેશે. 26 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલ બેઠક જાહેર કરવામાં આવશે. 27 સપ્ટેમ્બરે બીજા રાઉન્ડ માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવશે અને 1 ઓક્ટોબરે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...