તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકુફ,આગામી દિવસોમાં પરીક્ષાઓ ઓનલાઈન કે ઓફલાઈન લેવી તે નક્કી કરાશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને પરીક્ષાઓ મોકુફ રાખવાની જાહેરાત કરી

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવાશે કે નહીં તે અંગે અનેક સવાલો ઉભા થયાં હતાં. ત્યારે હાલની પરિસ્થિતિને જોતાં યુનિવર્સિટી તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 12 અને 23 એપ્રિલે શરુ થનારી તેમજ ત્યાર બાદ શરુ થનાર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી દિવસોમાં ઓનલાઈન કે ઓફલાઈન મોડથી લેવામાં આવશે તેના વિકલ્પની પસંદગી માટે જરૂરી પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. જેની વિગતવાર જાહેરાત હવે પછી યુનિવર્સિટીની વેબસાઈટ પર કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર
ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર

આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે
યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે આગામી દિવસોમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાઓ ઓનલાઇન કે ઓફલાઈન લેવી તે નક્કી કરવામાં આવશે. અગાઉ 18 માર્ચથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ કેસ વધતા પરીક્ષાની તારીખ ફેરફાર કરવામાં આવ્યા હતા અને 12 એપ્રિલથી પરીક્ષા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન PG ના અલગ અલગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.એટલે કે 26,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ છે. પરંતુ UG સહિતના 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હજુ બાકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો