શિક્ષણ / ગુજરાત યુનિવર્સિટીની 4 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા પણ મોકૂફ રહેશે

ગુજરાત યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
ગુજરાત યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
X
ગુજરાત યુનિવર્સિટીની ફાઇલ તસવીર.ગુજરાત યુનિવર્સિટીની ફાઇલ તસવીર.

  • પરીક્ષાની નવી તારીખો લૉકડાઉન પૂરું થયા બાદ જાહેર થઈ શકે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:46 AM IST
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની ચોથી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ પ્રવર્તમાન કોરોના વાઈરસ મહામારીને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનના પગલે મોકૂફ રાખવાનો સત્તાવાળાઓએ નિર્ણય કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પીયૂષ પટેલે પરિપત્રના માધ્યમથી કોલેજના આચાર્ય, નિયામકોને જણાવ્યું છે કે,સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં 31મી માર્ચ સુધીમાં ગુજરાત યુનિવર્સિટીનું કાર્યાલય સંપૂર્ણ બંધ રહેવાનું હોવાથી યુનિવર્સિટીની 4 એપ્રિલ, 2020ના રોજ લેવાનારી પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે તેની વિગતો હવે પછીથી જાહેર કરવામાં આવશે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની વિવિધ બ્રાંચની પરીક્ષાઓ પણ હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીની 30 અને 31મી માર્ચે યોજાનારી સેનેટની સભા પણ સ્થગિત રખાઈ
લોકડાઉનને કારણે ગુજરાત યુનિવર્સિટીએ 30 અને 31 માર્ચની સેનેટની સભા પણ મોકૂફ રાખી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષો તેમ જ વિભાગીય વડાઓને માટે પરિપત્ર કરાયો છે, જેમાં જણાવાયું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસની મહામારીની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી