ઉજવણી:ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ ઉજવાયો, હેરિટેજ બિલ્ડિંગ રંગબેરંગીથી ઝળહળી ઉઠ્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કેમ્પસમાં વૈવિધ્યસભર કાર્યક્રમો ઉજવાયા
  • રંગોળી, પુસ્તક પ્રદર્શન, રોશની કરવામાં આવી

ગૌરવશાળી ગુજરાત યુનિવર્સિટીના 73મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે કે.એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની છાત્રાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના હેરિટેજ બિલ્ડિંગમાં ગુજરાત યુનિવર્સિટી બિલ્ડિંગની આબેહૂબ પ્રતીક સમાન રંગોળી સતત સાત કલાકની મથામણ કરીને કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગ્રંથાલય ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી ગ્રંથપાલ ડો. યોગેશ પારેખ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. પુસ્તક તેમજ ફોટો પ્રદર્શનનું ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીની પ્રગતિમાં સહયોગ આપનાર સૌનો આભાર માની શુભકામના વ્યક્ત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકારના તેમજ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સતત સાથ અને સહકાર થકી સમગ્ર રાજ્ય માં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમાંકે રહી છે. સમગ્ર રાષ્ટ્રમાં NIRF રેકિંગમાં 43મા ક્રમે રહી છે આ સિવાય અનેક સંસ્થાઓના માપદંડમાં અગ્રહરોળમાં રહી છે.ગુજરાત યુનવર્સિટીના સત્તામંડળ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોની વિકાસ અને પ્રગતિની એક માત્ર ધ્યેય નિષ્ઠાને પરિણામે સફળતાના સોપાનો સર થઈ રહ્યા છે જેનો યુનિવર્સિટીને આનંદ છે.

ગુજરાત યુનિવર્સિટી "શોધ" એવોર્ડ મેળવવામાં સમગ્ર રાજ્યમાં અગ્ર ક્રમે છે. NSS,NCC ,પ્રવૃત્તિ આંતરમાળખાકીય સુવિધા, નવા અભ્યાસક્રમોના પ્રારંભ, સંશોધન રિસર્ચના ક્ષેત્રે ડો. હિમાંશુ પંડ્યાના માર્ગદર્શનમાં આગળ વધી રહી છે.ગુજરાત યુનિવર્સિટી ના સ્થાપના દિવસે હેરિટેજ બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશભાવસારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...