તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત યુનવર્સિટીની B.Com સેમેસ્ટર - 5ની પરીક્ષા હાલ ચાલી રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિક્ષા આપી રહ્યા છે.અગાઉની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓના લોગ ઈન થયા નહોતા તો કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન પત્ર માટે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં મુશ્કેલી થઈ હતી. ત્યારે હવે આજે વિદ્યાર્થીના ઓનલાઇન પ્રશ્નપત્રમાં સવાલ જ નહોતા.
ચંદ્રપાલ નામના વિદ્યાર્થી ગુજરાતી યુનિવર્સિટીની B.Com ના 5મા સેમેસ્ટર ની સ્ટેટ્સ વિષયની ઓનલાઇન પરિક્ષા આપી રહ્યા હતા ત્યારે 50 માર્કસ ના 50 mcq પરીક્ષામાં પૂછ્યા હતા પરંતુ 8 પ્રશ્નો પ્રશ્નપત્રમાં હતા જ નહિ અને તેના A,B,C,D વિકલ્પ આપેલા હતા .પરંતુ વિકલ્પમાં પણ કઈ લખ્યું ન્હોતું.50 માર્કસના પેપરમાં 42 જ પ્રશ્નોના હતા.જે અંગે ચંદ્રપાલે જણાવ્યું હતું કે આ મામલે તેને ગુજરાત યુનિવર્સિટીમાં ઈ મેલ પણ કર્યો છે અને તેને જે પ્રશ્નો નહોતા તેના વિકલ્પ પણ પસંદ કર્યા હતા.યુનિવર્સિટીની પરીક્ષામાં એક વાર જ નહિ પરંતુ અગાઉ અનેક વખત આ રીતે ભુલ થઈ છે, તેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડે છે. તો આ મામલે યુનિવર્સિટી દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે.
ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર -1 ની પરીક્ષા, 25 તારીખ પહેલાં ફી સાથે ફોર્મ ભરવા પડશે
ઘણા લાંબા સમય સુધી કોલેજ બંધ રહેવાના કારણે એડમિશનની પ્રક્રિયા પણ પાછી ઠેલાય છે સાથે કોરોના મહામારી ને કારણે દર વર્ષે લેવામાં આવનારી કોલેજની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આ વખતે ઠેલવાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે કોલેજના પ્રથમ સેમ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ આગામી 18 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરીસુધી પરીક્ષા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર online ફોર્મ કરી શકશે જેમાં B. A અને B.Com માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પરિક્ષા ના ફોર્મ ની 300 રૂ ફી ચૂકવવી પડશે. સાથે BBA ,BCA, M.A, M.Com, M.Sc, M.ED અને LLM માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પ્રથમ સેમિસ્ટર ની પરીક્ષા ના ફોર્મ ની 575 રૂ ફી ભરવી પડશે. અને B. ED ના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ની ફોર્મ ફી 275 રૂ અને LLB ના વિધાર્થીઓ એ પ્રથમ સેમિસ્ટર ની પરિક્ષાની 325 રૂ ફી ભરવી પડશે.સાથે B.SC માં પ્રથમ સેમિસ્ટર ની પરીક્ષા ના ફોર્મ ની 400 રૂ ફી ભરવી પડશે. LLM ના ત્રીજા સેમિસ્ટર ના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ના ફોમ ની ફી 575 ભરવી પડશે. મહત્વનું છે કે 25 તારીખ સુધી આ તમામ પરીક્ષા ના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે જોકે પરીક્ષા ની તારીખ યુનિવર્સિટી દ્વારા આગામી સમય માં જાહેર કરવામાં આવશે. 25 તારીખ બાદ ઓનલાઈન ફોમ જે વિદ્યાર્થીઓ ભરશે એને 500 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.