સર્વર ડાઉન, વિદ્યાર્થી પરેશાન:ગુજરાત યુનિવર્સિટીએ પદવીદાન સમારોહના ફોર્મ માટે જાહેરાત કરી તો વેબસાઈટ જ બંધ થઇ ગઈ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈન્સેટમાં ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો સ્ક્રિન શોટ - Divya Bhaskar
ઈન્સેટમાં ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો સ્ક્રિન શોટ

ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પણ પદવીદાન સમારોહ યોજાવાનો છે. પદવીદાન સમારોહ માટે ગુજરાત યુનિવર્સિટીએ ફોર્મ ભરવાની તારીખ અને ફી જાહેર કરી છે. પરંતુ વિદ્યાર્થીઓ ઓનલાઈન સૂચના જોવે ત્યાં સુધીમાં તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ જ બંધ થઇ ગઈ હતી. પ્રવેશ પ્રક્રિયાના માહોલમાં વેબસાઈટમાં થયેલા ધાંધિયાથી વિધાર્થીઓ પણ પરેશાન થયા છે. DivyaBhaskarએ 5 કલાક અને 38 મિનિટે ચેક કરતા વેબસાઈટ બંધ બતાવી રહી હતી. જો કે ત્યાર બાદ ફરી 6 કલાકે વેબસાઈટ ખુલવા લાગી હતી.

વિદ્યાર્થીઓએ 260 રૂપિયા ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે
ગુજરાત યુનિવર્સિટીએ દર વર્ષની જેમ આ વર્ષ માટે પણ વાર્ષિક પદવીદાન સમારોહની જાહેરાત કરી છે. પદવીદાન સમારોહ માટે ફોર્મ ભરવાની વિગતવાર માહિતી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર આપવામાં આવી છે. ફોર્મ સાથે વિદ્યાર્થીઓએ 260 રૂપિયા ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે. ફોર્મ અને ફી ભરવાની અંતિમ તારીખ 12 નવેમ્બર છે. રોકડ,મની ઓર્ડર કે અન્ય રીતે ફિ સ્વીકારવામાં આવશે નહિં.

એડમિશન પ્રક્રિયામાં જોડાયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
આજે જ પદવીદાન સમારોહ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને તેની માહિતી પણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવી છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ બંધ આવી રહી હતી. સર્વરના કારણે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ બંધ થઇ છે. વેબસાઈટ બંધ થતા એડમિશન પ્રક્રિયામાં જોડાયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...