પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ:ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા સંયુક્ત રીતે પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ, શ્વાસની તકલીફ સહિતની સારવાર થશે

અમદાવાદ5 મહિનો પહેલા
કોવિડ હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ કરાયું છે
  • ધન્વંતરિ હોસ્પિટલમાં અત્યાર સુધી 1600 દર્દીઓએ સારવાર લીધી ,400 ના મોત થયા
  • આર્મીના મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સતત કોરોના પિક પર કામ કરવામાં આવ્યું

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં શરૂ થયેલી 900 બેડ હોસ્પિટલમાં શરૂઆતમાં થયેલા વિવાદ બાદ હવે કેસની સંખ્યા ઘટી રહી છે. અત્યાર સુધી ધન્વંતરિ હોસ્પિટલમાં 1600 દર્દીઓએ સારવાર લીધી છે, જેમાં અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે. હવે અહીંયા પોસ્ટ કોવિડ વર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની જરૂર સારવાર આપવામાં આવશે.જેમાં શારીરિક અને માનસિક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાને હરાવનારના સ્વાસ્થ્યનું ધ્યાન રખાશે
આર્મી અને અન્ય પેરામેડીકલ સ્ટાફ દવારા જીએમડીસી ગ્રાઉન્ડ પર 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં દર્દીની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે. તેમ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યું હતું. કોરોનાથી સાજા થયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનોસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

દેશની સંરક્ષણની ત્રણેય પાંખના તબીબો કોવિડ હોસ્પિટલમાં સેવામાં છે
દેશની સંરક્ષણની ત્રણેય પાંખના તબીબો કોવિડ હોસ્પિટલમાં સેવામાં છે

મોબાઇલથી જ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલના પોસ્ટ કોવિડ વોર્ડમાં એડમિશન વિશે હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેટન્ટ ડૉ. બિમલ મોદીએ કહ્યું કે, પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલથી જ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

દર્દીઓ ફોલોઅપ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે
જે દર્દીઓને ફક્ત ઓ.પી.ડી.ની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પોસ્ટ કોવિડ દર્દીઓને ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા ન હોય અથવા 5 થી 10 લિટર ઓક્સિજન ક્ષમતા પર સારવારની જરૂર હોય તેવા પ્રકારના દર્દીઓ આ ક્યુઆર કોડ પર રજિસ્ટ્રેશન કરાવીને દાખલ થઇ શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા સંયુક્ત રીતે પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ કરાયું છે
ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા સંયુક્ત રીતે પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ કરાયું છે

સંપૂર્ણ રિક્વરી માટે સારવાર પધ્ધતિ હાથ ધરાશે
પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફીઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રિક્વરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે. ધન્વંતરિ પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcare પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

દેશની સંરક્ષણની ત્રણેય પાંખના તબીબો સારવાર કરે છે
ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી કાર્યરત ડી.આર.ડી.ઓ.ના તબીબો અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ દ્વારા મીડિયા સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી મહામારીમાં દેશની ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમથી કદમ મિલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. સિવિલ સ્ટાફ સાથે તેમને સહકાર કરીને મદદરૂપ બનવાના શુભ આશયથી દેશના મુખ્ય પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે.

કોવિડ બાદ પોસ્ટ કોવિડની સારવાર આપવામાં આવશે
કોવિડ બાદ પોસ્ટ કોવિડની સારવાર આપવામાં આવશે

કોરોનાના બીજી લહેરમાં માનવજીવની રક્ષા કાજ જવાનો સેવામાં
કોરોનાની બીજી લહેર ઘણી ધાતક સાબિત થયેલ હોવાથી માનવજીવની રક્ષા કાજે દેશના સંરક્ષણની ત્રણેય પાંખોના જવાનો,રક્ષા દળના તબીબો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં કાર્યરત થઇ કોરોના સામેની જંગમાં સહભાગી બનીને સમગ્ર સ્થિતિ નિયંત્રણ કરવા મદદરૂપ બની રહ્યા છે.ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ રાજ્યના તબીબી વહવટી તંત્ર સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે જેનો અમને આનંદ છે.

કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને તમામ શ્રેષ્ઠ સારવાર અપાઈ
નૌકા દળના કેપ્ટન મોહંતી એ કહ્યું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને તમામ પ્રકારની શ્રેષ્ઠ સારવાર આપીને ગમે તે ભોગે તેમના જીવ બચાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે. જેમાં અમને જવલંત સફળતા મળી છે. ગુજરાત સરકાર અને ડી.આર.ડી.ઓ.ના સંયુક્ત પ્રયાસે કાર્યરત થયેલી ધન્વંતરિ હોસ્પિટલ તંત્ર સાથે દર્દીઓની સારવાર પ્રોટોકોલમાં સમયાંતરે ચર્ચા- વિમર્શ કરીને ત્વરીત અને સધન સારવાર મળી રહે તે માટે સમગ્ર સ્ટાફ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.

કોવિડ હોસ્પિટલમાં 600 દર્દીઓએ સારવાર લીધી છે
કોવિડ હોસ્પિટલમાં 600 દર્દીઓએ સારવાર લીધી છે

મોટા ભાગના દર્દીઓને NIV વેન્ટિલેટર પર સારવાર
તેઓએ વિશેષમાં આઇ.સી.યુ. મેનેજમેન્ટ વિશે જણાંવ્યું કે, વેન્ટિલેટરમાં NIV (નોન ઇનવેઝીવ વેન્ટિલેટર) અને ઇનવેઝીવ પ્રકારના વેન્ટિલેટરની સારવાર આપવામાં આવે છે. ઇનવેઝીવ વેન્ટિલેટર પર દર્દી પહોંચે ત્યારે તેને ઇન્ટુબીટ કરવામાં આવે છે. જેમાં દર્દીના જીવ બચવાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે જે કારણોસર મહત્તમ દર્દીઓને NIV (નોન-ઇનવેઝીવ) વેન્ટિલેટર પર સારવાર મળી રહે તે માટેના સધન પ્રયાસો તબીબો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા જે કારણોસર મહત્તમ દર્દીઓના જીવ બચાવવામાં અમે સફળ રહ્યા છીએ.

પેરામિલિટરી ફોર્સની વિવિધ પાંખોના તબીબો સેવામાં
ડી.આર.ડી.ઓ. હોસ્પિટલમાં કાર્યરત એસ.એસ.બી (સશસ્ત્ર. સીમા.બળ)ના ડૉ. રૈનાએ કહ્યું કે,પેરામિલિટરી ફોર્સના વિવિધ પાંખો SSB(સશસ્ત્ર સીમા બળ), BSF(બોર્ડર સિક્યુરિટી ફોર્સ), CRPF(સેન્ટ્ર્લ રીસર્વ પોલીસ ફોર્સ) અને IGBT(ઇન્ડો-ટીબેડિટયન બોર્ડર પોલીસ ફોર્સ)ની વિવિધ યુનિટના તબીબોએ અમદાવાદની ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુ્શ્રુષા કરી છે. કોરોનાની બીજી લહેરમાથી જલ્દી બહાર આવી જઇએ અને કોરોના મહામારીનો અંત આવે તેવી આશા ડૉ.રૈનાએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...