વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા:ગુજરાત યુનિવર્સિટીએ MSCમાં 87 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું, વેરીફિકેશન ખોટું થયાનું ભાન થતાં અચાનક એડમિશન રદ કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી ફાઈલ ફોટો - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી ફાઈલ ફોટો
  • સેનેટ વેલ્ફેર મેમ્બરોની વિદ્યાથીઓને અન્ય જગ્યાએ એડમીશન આપવામાં આવે નહિ તો આંદોલનની ચીમકી

ગુજરાત યુનીવર્સીટીમાં ચાલી રહેલ એડમિશન પ્રક્રિયામાં MSCમાં ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓના ફોર્મનું વેરીફિકેશન કરીને એડમિશન આપવામાં આવ્યા હતા. પરંતુ મોડેથી યુનીવર્સીટીને જાણ થઇ કે વિદ્યાર્થીઓના વેરીફિકેશન ખોટા થયા છે ત્યારે 87 વિદ્યાર્થીઓના અચાનક જ પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા. જેનાથી 87 વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા હતાં.

અચાનક વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મનું વેરીફિકેશન કરવામાં આવે છે. ત્યારે MSC વિભાગમાં પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ફોર્મમાં ખોટી વિગત ભરી હતી. જે વેરીફિકેશન કરવાની જગ્યાએ માન્ય ગણીને આગળ પ્રક્રિયા કરવામાં આવી અને 87 વિદ્યાર્થીઓને પ્રવેશ પણ ફાળવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે યુનિવર્સીટીને ભાન થયું કે આગળ 87 વિદ્યાર્થીઓને ખોટી રીતે પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારે અચાનક વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે.

સેનેટ અને વેલ્ફેર મેમ્બરે યુનિવર્સીટીને પત્ર લખ્યો
સેનેટ અને વેલ્ફેર મેમ્બરે યુનિવર્સીટીને પત્ર લખ્યો

સેનેટ અને વેલ્ફેર મેમ્બરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ અંગે સેનેટ અને વેલ્ફેર મેમ્બરે યુનિવર્સીટીને પત્ર લખીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ના બગડે તે માટે અન્ય જગ્યાએ એડમીશન આપવા માંગણી કરી છે.ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર દક્ષ પટેલ અને વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને સમગ્ર મામલે જાણ કરી છે અને જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ ભુલ કરી હતી તેમનું વેરીફિકેશન કરનાર અધિકારી કે પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે વિદ્યાર્થીઓના એડમિશન રદ થયાં છે તેમને અન્ય જગ્યાએ એડમિશન આપવામાં આવે. યુનિવર્સિટી આ પ્રમાણે નહિ કરે તો અગામી દિવસમાં વિદ્યાર્થીઓ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સીટો વધારવાની માંગ સાથે NSUIએ એડમિશન સેલને તાળા માર્યા
સીટો વધારવાની માંગ સાથે NSUIએ એડમિશન સેલને તાળા માર્યા

NSUIએ એડમિશન સેલને તાળા માર્યા
ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા હવે કોલેજોને સોંપી દીધી છે. એડમિશન માટે કોલેજોમાં વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. પરંતુ હવે એડમિશન માટેની માહિતી માટે યુનિવર્સિટીના એડમિશન સેલ પર જતાં વિદ્યાર્થીઓને માહિતી મળતી નથી અને માત્ર કોલેજોનો સંપર્ક કરવાની જ વાત કરવામાં આવે છે. ત્યારે ગ્રેજ્યુએશન સહિત BBA અને BCAમાં પણ આ પ્રકારની જ સ્થિતિ છે. ત્યારે BBA અને BCAમાં અનેક વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેથી NSUIએ સીટ વધારાની માંગ સાથે એડમિશન સેલને તાળા મારી દીધાં છે.

અન્ય સમાચારો પણ છે...