ગુજરાત સરકાર વિશ્વ બેંકથી 500 મિલિયન ડોલરનો લોન ગુજરાતના પ્રાથમિક શિક્ષણના ઉન્નીકરણ માટે લઈ રહી છે. આ પ્રોજેક્ટમાં 6000 પરફોર્મન્સના આધારે બનવવામાં આવશે અને લો પરફોર્મન્સ શાળા મર્જ કરવામાં આવશે. સરકારના આ પ્રોજેકટ ને લઈ અમદાવાદમાં RTE ફોરમ હેઠળ એક વર્કશોપ યોજાયો. જેમાં શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા. અને સરકારના આ પ્રોજેકટ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
RTE ફોર્મના મુજાહીદ નફિસ નો આક્ષેપ છે કે, રાજ્યમાં 38 હજાર સરકારી શાળાઓ છે. સરકાર રાજ્યમાં 6 હજાર સ્કૂલને પરફોર્મન્સ બેઝડ બનાવવાની છે અને લો પરફોર્મન્સ વાળી શાળાઓને મર્જ કરી દેશે. એટલે જો કે 10 હજાર જેટલી શાળાઓ પણ મર્જ થશે તો તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડશે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધશે અને વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત થઈ જશે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાતના નાગરિકોના ખીસા માંથી નાણાં જવાના છે જે ચિંતા જનક બાબત છે. ગ્રામ્ય વિસ્તારમાં અને તમામ લોકો સુધી શિક્ષણ પહોંચે તે જરૂરી છે. આ મામલે RTE ફોરમ સરકાર સમક્ષ જઈ વિસ્તૃતમાં રજૂઆત કરશે અને જરૂર પડે કોર્ટમાં જવાની તૈયારી RTE ફોરમે બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.