વિકાસ:3 વર્ષમાં 1200 મિલિયન મેટ્રીક ટન પોર્ટ્સ ક્ષમતા સાથે ગુજરાત બનશે દેશનું એક્સપોર્ટ કેપિટલ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
દેશભરના પોર્ટ્સ પરથી થતી કુલ નિકાસ-આયાતમાં 42 ટકા હિસ્સો ગુજરાતનો છે. - Divya Bhaskar
દેશભરના પોર્ટ્સ પરથી થતી કુલ નિકાસ-આયાતમાં 42 ટકા હિસ્સો ગુજરાતનો છે.
  • ગુજરાત એક્સપોર્ટ પ્રિપેયર્ડનેસમાં સૌથી આગળ, તૈયારી એનાથી પણ આગળ વધવાની

દેશનું એક્સપોર્ટ કેપિટલ ગુજરાત? જી, બિલકુલ. 1600 કિમી લાંબો દરિયાકાંઠો, દેશમાં સૌથી વધુ 49 પોર્ટ, એક મેજર (કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રીત) અને 48 નૉન-મેજર (રાજ્ય સરકાર દ્વારા નિયંત્રીત) બંદર. દેશભરના પોર્ટ્સ પરથી થતી કુલ નિકાસ-આયાતમાં 42 ટકા હિસ્સો ગુજરાતનો છે. દેશમાં નૉન મેજર પોર્ટ્સમાં હિસ્સેદારી 72 ટકાથી વધારે છે. સૌથી વધારે કાર્ગો મેનેજ કરતા મેજર પોર્ટ કંડલા આપણે ત્યાં છે. ગુજરાતના પોર્ટ્સની વર્તમાન ક્ષમતા 864 મિલિયન મેટ્રીક ટન એટલે કે 86.4 કરોડ ટન છે. ત્રણ વર્ષમાં તેને 1200 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે.

આ વિશેષતાઓ પર હાલ ચીનથી શિફ્ટ થઈ રહેલી અમેરિકી, જાપાની અને કોરિયન કંપનીઓની નજર છે. કેટલીક કંપનીઓએ ગુજરાત સરકારનો સંપર્ક સાધ્યો છે તો કેટલીક કંપનીઓ સમક્ષ ગુજરાતના અધિકારીઓ પ્રેઝન્ટેશન પહોંચાડી રહ્યા છે. ગુજરાત મેટીરાઇમ બોર્ડના જીએમ (બિઝનેસ ડેવલપમેન્ટ) શરદ સારંગધરનનું કહેવું છે કે પ્રેઝન્ટેશનમાં એ પણ સામેલ છે કે, 2005-06થી અત્યાર સુધીમાં દેશમાં કાર્ગોની અવરજવર સરેરાશ 13 ટકા વધી છે. તથા ગુજરાતના પોર્ટ્સની ક્ષમતા 11 ટકાના દરે વધી છે, જ્યારે 80-84 ટકા ક્ષમતાનો ઉપયોગ જ દર વરસે થઈ રહ્યો છે.

પોર્ટ્સની ક્ષમતા અને બિઝનેસ

વર્ષકાર્ગો પરિવહનક્ષમતા
2012-13381.44366
2013-14396.95387
2014-15428.57422
2015-16472.2542
2016-17451.19566
2017-18481.66-
2018-19515.2642
2019-20565864*

આંકડા મિલિયન મેટ્રીક ટનમાં (*પ્રૉજેક્ટેડ)

અન્ય સમાચારો પણ છે...