• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Team Will Be Selected For Khelo India Competition On November 9, State Team Will Participate In Football, Volleyball, Kho kho Game

રમતોત્સવ:ખેલો ઈન્ડિયા સ્પર્ધા માટે ગુજરાતની ટીમની 9મી નવેમ્બરે પસંદગી થશે, ફુટબોલ, વેલોબોલ, ખો-ખો રમતમાં રાજ્યની ટીમ ભાગ લેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ખેલાડીઓની પસંદગી સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર સ્ટેડિયમમાં 9 નવેમ્બરે યોજાશે

જાપાન ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યા બાદ અલગ-અલગ રમતો માટે રમતવીરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષ 2021-22નો રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા રમતોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જે માટે સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાતે વિવિધ રમતો માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાની શરૂ કરી છે. ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની ટીમ ફુટબોલ, વેલોબોલ, ખો-ખો રમતમાં ભાગ લેશે. જેમાં ખેલાડીઓની પસંદગી 9 નવેમ્બરેથી શરૂ થશે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે તૈયારી શરૂ કરી દીધી
હરિયાણાના પંચકુલામાં યોજાનાર ખેલો ઇન્ડિયા સ્પર્ધા 2021- 22 માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે તૈયારી શરૂ કરી દીધી છે. જે સંદર્ભે ગુજરાતમાંથી અન્ડર 18 ટીમની પસંદગી માટે કેમ્પ યોજવામાં આવશે. ગુજરાત તરફથી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ખોખો બોલી-બોલ, ફૂટબોલની રમતમાં ભાગ લેવાનો છે. જે માટે ખેલાડીઓની પસંદગી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાતના ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા સાબર સ્ટેડિયમમાં યોજાશે ( ફાઈલ ફોટો)
ગુજરાતના ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા સાબર સ્ટેડિયમમાં યોજાશે ( ફાઈલ ફોટો)

ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા સાબર સ્ટેડિયમમાં યોજાશે
જે અંતર્ગત બહેનો માટે અંડર-18 ફુટબોલ રમત માટે ખેલાડીઓની પસંદગી સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર સ્ટેડિયમમાં 9 નવેમ્બરે યોજાશે. જે માટે રમતમાં ભાગ લેવા ઇચ્છુક રમતવીરોએ પોતાના દેશી ડોક્યુમેન્ટ અને ફૂટબોલની રમત હાંસલ કરે સિદ્ધિ પ્રમાણપત્રો સાથે લઈ જવાના રહેશે. મહત્વની વાત એ છે કે આ ગેમ્સમાં માત્ર બહેનોનો ટિમ જ ફુટબોલ સ્પર્ધામાં ભાગ લેવાની છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોની ટીમો ભાગ લેશે ( ફાઈલ ફોટો)
ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોની ટીમો ભાગ લેશે ( ફાઈલ ફોટો)

વિવિધ રાજ્યોની ટીમો અલગ-અલગ રમતમાં ભાગ લેશે
આ ઉપરાંત વોલીબોલની રમત માટે પણ અંડર-18 ટીમ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે માટે ખેલાડીઓની પસંદ કરવાની પ્રક્રિયા નડિયાદમાં 9 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. આગામી 21 નવેમ્બરથી ખેલો ઇન્ડિયા સ્પર્ધા શરૂઆત થવાની છે. આગામી દિવસોમાં ખો-ખો ટિમના ખેલાડીઓ માટેની પસંદગીની તારીખ જાહેર કરવામાં આવશે. ખેલો ઇન્ડિયા માટે વિવિધ રાજ્યોમાંથી અલગ-અલગ રમતમાં ભાગ લેવાની છે.