તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને તબીબી બેદરકારી બદલ દર્દીને વળતર પેટે ૩ લાખ રૂપિયા ચૂકવાનો હુકમ કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા થરા ગામના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દી રમીલાબેન દેવાભાઈ હરિજન (ગામ-ભદ્રેવાડી, તા.કાંકરેજ)ને ત્રણ લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. ડૉ. વી.પી. પટેલની અધ્યક્ષતા હેઠળના ફોરમે આદેશ આપ્યો છે કે, ડૉ. ગજ્જરે તારીખ 19 ઓગસ્ટ, 2021થી 9 ટકા સહિતનું વ્યાજ બે મહિનામાં જ ચૂકવવાનો આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને વધુમાં જણાવ્યું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો હાલના હુકમ વિરુદ્ધ ઉપરના કમિશન/અદાલતના હુકમના કોઈ મનાઈ હુકમ ન હોય તો ૫ (પાંચ) હજાર વધારાના ખર્ચે પેટે અરજદારને ચૂકવવાના રહેશે. આ નિર્ણયના પગલે દર્દીને ન્યાય મળ્યો છે. કેસની વિગતો અનુસાર ફરિયાદ રમીલાબેનને ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જરે નિષ્કાળજી અને બેદરકારી દાખવી હતી.

આ કેસમાં દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન કરાવવા પડ્યા હતા, જેથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ માટે તેમને નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન પણ બંધ થયું હતું. જે સામે ફરિયાદી-રમીલાબેને તબીબ સામે વળતરનો દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા કમિશને પણ ડૉ દિનેશ ગજ્જરને ફરિયાદીને 2 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે ડૉ. ગજજર અપીલમાં આવ્યા હતા જેની સામે કમિશને ૩ લાખ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...