વેક્સિન મુકાવો, સલામત રહો:રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીની ગતિ ધીમી પડી, દેશમાં ગુજરાત વેક્સિનેશનમાં પાંચમા સ્થાને ધકેલાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરી વિસ્તારમાં 2,465,02 અને સુરત શહેરી વિસ્તારમાં 1,72,771નું વેક્સિનેશન થયું

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પકડ દિવસેને દિવસે ઘીમી પડી છે. પાછલા સપ્તાહે રાજ્યમાં કોરોના વેક્સિનેશનમાં બીજા નંબરે હતો, પરંતુ હવે દેશમાં કોરોનો વેક્સિનેશનમાં ગજરાત પાંચમાં સ્થાને ધકેલાયુ છે. દેશમાં રાજસ્થાન રસીકરણ મામલે દેશમાં પ્રથમ છે, જ્યાં 31 લાખથી વધુનું વેક્સિનેશન થયુ છે, જે બાદ મહારાષ્ટ્રમાં 29 લાખ 94 હજાર, ઉત્તરપ્રદેશમાં 29 લાખ 66 હજાર, પશ્ચિમ બંગાળ 26 લાખ 88 હજારનું વેક્સિનેશન થયુ છે.

ગુજરાતમાં 26 લાખ 42 હાજર લોકોનું વેક્સિનેશન
રાજ્યમાં અત્યાર સુધી 26,42,015 લાખનું વેક્સિનેશન થયુ છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરી વિસ્તારમાં 2,465,02નું રસીકરણ થયુ છે, જ્યારે જિલ્લામાં રસીકરણનો આંકડો 67,215 પર પહોંચ્યો છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 1,72,771 જ્યારે જિલ્લામાં 51,493 લોકોએ રસી લીધી છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેર કોર્પોરેશન વિસ્તારનો આંકડો હવે એક લાખને પાર પહોંચ્યો છે, વડોદરા શહેરી વિસ્તારમાં 100,779 જ્યારે જિલ્લામાં 82,031નું વેક્સિનેશન થયુ છે.

દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં વેક્સિનેશનનો આંકડો 1 લાખને પાર
રાજ્યમાં મહાનગરોની સાથે જિલ્લા વિસ્તારમાં પણ વેક્સિનેશનને લઇને જાગૃતતા જોવા મળી રહી છે, જેના કારણે 3 અંતરિયાળ ગણાતા જિલ્લામાં રસીકરણનો આંક 1 લાખને પારર પહોંચ્યો છે. વેક્સિનેશનની કામગીરીમાં દાહોદ જિલ્લો ત્રીજા સ્થાને છે, દાહોદ જિલ્લામાં કુલ 1,55,823 લોકોનું રસીકણ થયુ છે. જ્યારે બનાસકાંઠામાં 1,21,096, કચ્છમાં 1,08,425 લોકોનુ વેક્સિનેશન થયુ છે.