તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ સમગ્ર દેશની સાથે સાથે રાજ્યમાંથી પણ પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારના વહીવટી તંત્રએ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર સાથેના સંકલન દ્વારા 262 વિશેષ ટ્રેન મારફતે કુલ 3 લાખ 90 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. આ અંગે મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી 640 વિશેષ શ્રમિક સ્પેશિયલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ 262 ટ્રેન એટલે કે 41 ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે. જ્યારે આજે વધુ 37 સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.
કયા જિલ્લામાંથી કેટલી ટ્રેન જશે
અશ્વિનીકુમારે ઉમેર્યું કે, મહારાષ્ટ્રમાંથી 99 (15 ટકા), પંજાબથી 81 (13 ટકા), રાજસ્થાન 27 (4 ટકા), કર્ણાટક 36 (5 ટકા) અને તેલંગાણા 33 (5 ટકા) ટ્રેન રવાના થઇ છે. ગઇકાલ મંગળવારની રાત સુધીમાં ગુજરાતમાંથી 262 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ 3.34 લાખ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે બુધવારે અન્ય 37 ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે 27, બિહાર માટે 5 ટ્રેન, ઓડિશા માટે 3 ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તિસગઢ માટે 1-1 ટ્રેન દોડશે. અમદાવાદથી 10 ટ્રેન, સુરતથી 12 ટ્રેન, રાજકોટથી 4 ટ્રેન, વડોદરાથી 3 ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી 1-1 મળીને આજ રાત સુધીમાં રવાના થનાર 37 ટ્રેનમાં વધુ 56,800 પરપ્રાંતીયો- શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડાશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.