તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:ગુજરાતમાં કોરોનાના દર્દીઓના ડિસ્ચાર્જમાં જંગી ઉછાળો અને અમદાવાદમાં અત્યારસુધી 2 લાખથી વધુ કેસ નોંધાયા

3 મહિનો પહેલા

નમસ્કાર!
ગુજરાતમાં કોરોનાના કહેર ઓસરી રહ્યા છે અને સતત ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, તેમાં અમદાવાદમાં જ 2 લાખથી વધુ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. કોરોના સામે રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટર, AMC સંચાલિત હોસ્પિટલ, અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં 45 વર્ષથી વધુ ઉંમરનું વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,206256
ડોલરરૂ. 73.51-0.25

સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ

--

આ 3 ઘટના પર રહેશે નજર

1) અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ અને 7 કોમ્યુનિટી હાલ ખાતે 45થી વધુ ઉંમરના લોકોનું ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન 2) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે 3) કોરોના મહાસંકટને દૂર કરવા અંબાજી મંદિરે 7 દિવસીય મહાશક્તિ યજ્ઞમાં આજે શક્તિ યાગ યજ્ઞ

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) ગુજરાત માં રેકોર્ડબ્રેક 14737 દર્દીએ કોરોનાને હરાવ્યો, સતત નવા કેસમાં ઘટાડા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 11892 નવા કેસ અને 119ના મોત

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14 હજાર 737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. 27મી એપ્રિલે ઓલટાઈમ હાઈ નવા કેસ 14 હજાર 352 તેની સામે 8મી મેએ સાજા થનાર ઓલટાઈમ હાઈ 14 હજાર 737 દર્દી છે. 24 કલાકમાં 11 હજાર 892 નવા કેસ નોંધાયા છે. છેલ્લા નવેક દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 77.36 ટકા થયો છે
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત પાસે હાલ વેક્સિનના 4.10 લાખ ડોઝ જ ઉપલબ્ધ, 4 મહિનામાં 19 ટકા વસતિનું જ વેક્સિનેશન, હર્ડ ઈમ્યૂનિટીથી 51 ટકા દૂર
કોરોના મહામાહી સામે દેશ જંગ લડી રહ્યો છે ત્યારે દેશભરમાં હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે. PIBએ ઓક્ટોબર 2020માં જ વિવિધ રાજ્યોની અંદાજીત વસતિનો આંક કાઢ્યો હતો. જેમાં ગુજરાતની વસતિ 6 કરોડ 94 લાખ 2 હજાર બતાવાઈ છે. રાજ્ય સરકાર પાસે હાલ 4 લાખ 10 હજાર 698 ડોઝની બેલેન્સ છે. જ્યારે 8 લાખ 98 હજાર 700 ડોઝ આગામી સમયમાં મળશે. આમ હાલ 13 લાખ 3 હજાર 998 ડોઝની વ્યવસ્થા થઈ ગઈ છે. જો કે તમામ રાજ્યોમાં સૌથી વધુ વેક્સિન સપ્લાય ગુજરાતને કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સાસણ-તાલાલા ગીર અને વંથલી પંથકમાં ભરઉનાળે વરસ્યો કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન
જૂનાગઢ જિલ્લામાં શનિવારે ફરી એકવાર ચૈત્રમાં અષાઢી માહોલ જામતા કેરીના પાકને વ્યાપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) વલસાડના સાંસદના દત્તક ગામમાં કેટરિંગના ટેબલ પર ગાદલા નાખી શરૂ કરાયું કોવિડ કેર સેન્ટર, શું આ રીતે બનશે 'મારું ગામ કોરોનામુક્ત ગામ'?
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સૌથી મોટા ગામ એવા ગોઈમાને વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે સી પટેલે આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું હતું. અહીં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. પરંતુ અહીં આદેશની પૂરતી કરવા જ કરાયું હોય તેમ ગામની સ્કૂલમાં કેટેરિંગના ટેબલ ઊભા કરીને તેના પર ગાદલાં નાખી દેવામાં આવ્યા છે. સાંસદના આદર્શ ગામમાં માત્રે દેખાડા પૂરતું જ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં આજ દિન સુધી એકેય દર્દીને રખાયો નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) કચ્છના ખેડૂતે ખાતરના ભાવવધારા મુદ્દે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની બોલતી બંધ કરી દીધી, ચાલુ ફોને રૂપાલા ગેં..ગેં...ફેં...ફેં.. થઈ ગયા
ભાજપના નેતાઓની ના ના બાદ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને ફોન કરી ખાતરના ભાવ વધારા અંગે સવાલ કરી રહ્યો છે અને મંત્રીએ થોડા જ સમયે પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કરેલા દાવાઓની યાદ અપાવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન પુરજોશમાં, નવરંગપુરા સ્ટેડિયમમાં ગાડીઓની લાઈન, ભારે રોષ બાદ ટુ વ્હીલરને પણ એન્ટ્રી મળી
રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ ચાલી રહ્યું છે. ત્યારે શનિવારે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરાયું હતું. જેમાં 45 વર્ષથી ઉપરના 1164 લોકોએ વેક્સિન લીધી હતી. વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ગાડીઓની લાઈન લગાવી હતી. સરદાર પટેલ સ્ટેડિયમથી સરદાર પટેલ બાવલા સુધી ગાડીઓની એક કિલોમીટર લાંબી લાઈન લાગી છે. જોકે માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન કરાતુ હતું. ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.ત્યારે બાદ હવે ટુ વ્હીલર વાળાને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકોને લાઈનમાં અંદર જવા દેવાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...