તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક ફટકો:કોરોનાને કારણે સ્કૂલવાન ચાલકોની પરિસ્થિતિ કફોડી, ઘર ચલાવવા અમદાવાદના સ્કૂલવાન ચાલકોએ 200 સ્કૂલવાન વેચી

અમદાવાદ11 દિવસ પહેલા
સ્કૂલવાન ચાલકોના આગેવાનો.

એક વર્ષથી સમગ્ર દુનિયામાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે અનેક નોકરી-ધંધા ભાંગી પડ્યા છે. કોરોનાને કારણે રાજ્યમાં પણ સ્કૂલો માંડ શરૂ થઈ હતી ત્યાં ફરી બંધ કરવાનો વારો આવ્યો છે. આમ એક વર્ષથી સ્કૂલો બંધ હોવાથી સ્કૂલ વર્ધીના વાહન ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વાહન ચાલકો છેલ્લા 1 વર્ષથી બેરોજગાર છે. આ વ્યવસાયમાં 25 થી 70ના વયજૂથના અનેક લોકો જોડાયેલા છે. તેઓને હાલ ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. જેથી તેમણે સરકાર પાસે મદદ માંગી છે.

200 જેટલી સ્કૂલવાન વેચી
રાજ્યમાં 80 હજાર જેટલા સ્કૂલવાન ચાલકો છે, જેમાંથી અમદાવાદના 15 હજાર સ્કૂલવાન ચાલકો રોજગારીની શોધમાં છે. માત્ર એટલું જ નહીં, પેટિયું રળવા માટે અમદાવાદના સ્કૂલવાન ચાલકોએ પોતાની 200 જેટલી સ્કૂલવાન વેચી હતી. જેથી અનેકવાર સરકારને રાહત પેકેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સ્કૂલવાનને સિટીમાં ફેરવવા મંજૂરી માગી પણ મળી નહીં
આ મામલે સ્કૂલવર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે જે રીતે મુંબઈ અને દિલ્હીમાં ટેક્સી ચાલે છે તે રીતે સ્કૂલવાનને સિટીમાં ચલાવવા માટે પરમિશન આપો તેવો સરકારને પત્ર લખીને રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા તેમને પરમિશન આપવામાં આવી નથી. ત્યારે પોતાનું પેટિયું રળવા માટે શું કરવું તે અંગે સ્કૂલવાન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. સરકાર કેમ એ લોકોને ટેક્સી માટે પરમિશન આપતી નથી એ એક પ્રશ્ન છે. ત્યારે દેવાદાર બનીને સ્કૂલવાન ચાલકોએ સ્કૂલવાન વેચીને રીક્ષા તેમજ અન્ય જગ્યાએ ડ્રાઇવરની નોકરી કરવાનું પસંદ કર્યું છે.

રાજ્યમાં 16 માર્ચ 2020થી સ્કૂલો બંધ થઈ હતી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચ 2020થી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો