વિઘ્નહર્તા:ગુજરાતમાં સીઝનનો 57% વરસાદ; નર્મદા ડેમ 51%, 206 ડેમ 61% ભરાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, 17 ગામમાં હાઈએલર્ટ. - Divya Bhaskar
સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, 17 ગામમાં હાઈએલર્ટ.

ગણેશ ચતુર્થીના તહેવાર અગાઉ ગુજરાતમાં અપૂરતા વરસાદનું વિઘ્ન ઘણે અંશે હળવું થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે. વરસાદ આપતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો.

ગુરુવારે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 44 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મેઘરજમાં 7.24 ઇંચ, તલોદમાં 6.80 ઇંચ, મોડાસામાં 4.32 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે

સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, 17 ગામમાં હાઈએલર્ટ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી થઈ રહેલા સારા વરસાદને પગલે વરસાદની ઘટમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 624.8 મીમી (જૂનથી સપ્ટેમ્બર સુધી) વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 390 મિમી કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમ 51 ટકા સુધી ભરાઈ ગયો છે.

સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ ઑવરફ્લો
શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે ઑવરફ્લો થતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળી છે. ગઈકાલે 2.10 કલાકે ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા તથા 12 ગામોમાં એલર્ટ અપાઈ હતી. શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી નીકળે છે. તથા 227 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ખંભાતના અખાતને મળે છે. ડેમના દરવાજા ખોલી દેવાયા બાદ પાણીની આવક ઘટીને 1550 ક્યુસેક થઈ હતી. શેત્રુંજી ડેમ રવિ તથા ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે.

આજે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર સવારે 8.30 થી શનિવાર સવારે 8.30 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2.50 ઇંચથી માંડી 8 ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2.50 ઇંચ થી માંડી 4.50 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ

ઝોનડેમપાણીનો સંગ્રહ
કેવડિયા-50.48%
ઉ.ગુજરાત1523.61%
મધ્ય ગુજરાત1744.67%
દ.ગુજરાત1378.50%
કચ્છ2023.26%
સૌરાષ્ટ્ર14140.01%

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

શહેરવરસાદ મિલિમિટરમાં
ઊંઝા63
સિધ્ધપુર62
સરસ્વતી60
પાટણ41
સમી38
કડી28
મહેસાણા19
વિજાપુર17
બહુચરાજી12
પાલનપુર43
ડીસા27
દાંતીવાડા19
મોડાસા108
ખેડબ્રહ્મા25

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...