એવોર્ડ સમારોહ:પોતાના કાર્ય થકી સમાજને એક નવી પ્રેરણા આપનાર 28 ગ્રેટ ગુજરાતીઓનું ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં પોતાનું આગવું સ્થાન મેળવનાર ખ્યાતનામ ગુજરાતીઓ - Divya Bhaskar
દેશભરમાં પોતાનું આગવું સ્થાન મેળવનાર ખ્યાતનામ ગુજરાતીઓ
  • આ પ્રસંગે મેનેજમેન્ટ ગુરુ ડો.શૈલેષ ઠાકરના પુસ્તક ''કોરોના વર્સીસ મેનકાઇન્ડ''નું લોન્ચિંગ થયું હતું

ગુજરાતના એવા મહાનુભાવો કે જેઓ પોતાના કાર્ય થકી સમાજને એક નવી પ્રેરણા આપે છે. તેવા જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાઇ ઉમદા કાર્ય કરતા અને દેશભરમાં પોતાનું આગવું સ્થાન મેળવનાર 28 ખ્યાતનામ ગુજરાતીઓને, એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરીકન્સ ઇન નોર્થ અમેરિકા અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. "ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ" શિર્ષક હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં આપણને ગૌરવ અપાવનાર ગુજરાતીઓને વધાવવામાં આવ્યા હતા. સમારોહમાં અસિત મોદી, પદ્મશ્રી મનોજ જોશી, સૌમ્ય જોશી, માના પટેલ, દિવ્યભાસ્કર ડિજીટલના એડિટર મનીષ મહેતા સહિત 28 લોકોને એવૉર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મેનેજમેન્ટ ગુરુ ડો.શૈલેષ ઠાકરના પુસ્તક ''કોરોના વર્સીસ મેનકાઇન્ડ''નું લોન્ચિંગ થયું હતું. જેમાં પ્રકૃતિ અને પૃથ્વીના જતનને લઇને વાત કરવામાં આવી છે.

મેનેજમેન્ટ ગુરુ ડો.શૈલેષ ઠાકરના પુસ્તક ''કોરોના વર્સીસ મેનકાઇન્ડ''નું લોન્ચિંગ થયું હતું
મેનેજમેન્ટ ગુરુ ડો.શૈલેષ ઠાકરના પુસ્તક ''કોરોના વર્સીસ મેનકાઇન્ડ''નું લોન્ચિંગ થયું હતું

‘કોરોના વર્સિસ મેન કાઇન્ડ’ પુસ્તકનું વિમોચન
એશોસીએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન આઈના અને કેપીએફ સંસ્થાના ઉપક્રમે ઓડિટોરિયમ, એ.એમ.એ અમદાવાદ ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડનો કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહની સાથે સાથે જ ખ્યાતનામ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા સાંપ્રત સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લખાયેલી પુસ્તિકા ‘કોરોના વર્સિસ મેન કાઇન્ડ’નું વિમોચનનું પણ કરવામાં આવ્યું હતું.

મનોજ જોશી, દિલીપ જોશી, મનીષ મહેતા સહિતના મહાનુભાવોનું સન્માન
જે ખ્યાતનામ મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા તેમાં ગુજરાતના લોકાયુક્ત આસિત મોદી, મનોજ જોશી, દિલીપ જોશી, મનીષ મહેતા, દેવાંગ ભટ્ટ, બિમલ પટેલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), રુઝાન ખંભાતા, સૌમ્ય જોશી, અશોક જૈન, તુષાર ત્રિવેદી, કેતન રાવલ , તરુણ બારોટ, રોબિન ગોએન્કા, મિત્તલ પટેલ, સંજય જૈન, કેતન રાવલ સહિતના મહાનુભાવોને તેમને ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય બદલ ઉમળકાભેર અમદાવાદના આંગણે બિરદાવવામાં આવ્યા હતા.

મનીષ મહેતા (દિવ્યભાસ્કર ડિજિટલના એડિટર)
મનીષ મહેતા (દિવ્યભાસ્કર ડિજિટલના એડિટર)

કાર્યક્રમમાં સાંસદ નરહરી અમીન ઉપસ્થિત રહ્યા
આ ઉત્તમ પ્રકારના ઉત્તમ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ નરહરી અમીન તેમજ પૂજ્ય દ્વારકેશ લાલજીની વિશેષ ઉપસ્થિત પણ રહી હતી જેમને હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિભિન્ન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા કલાકારો, રમતવીરો, અધિકારીઓ અને ધાર્મિક આગેવાનો સહિતના શ્રેષ્ઠીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. દ્વારકેશલાલજી મહારાજને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીની ડિગ્રી પણ આપવામાં આવી હતી.

મનોજ જોષી, ફિલ્મ કલાકાર
મનોજ જોષી, ફિલ્મ કલાકાર

માણસ માત્ર 70થી 100 વર્ષનો મહેમાન છે: શૈલેષ ઠાકર
આ પ્રસંગે મેનેજમેન્ટ ગુરુ ડો.શૈલેષ ઠાકરના પુસ્તક 'કોરોના વર્સીસ મેનકાઇન્ડ'નું લોન્ચિંગ થયું હતું. શૈલેષ ઠાકરે કહ્યું કે, '100 દિવસમાં 14 પ્રકરણને લઈને આ પુસ્તક લખાયું છે. જેમાં પ્રકૃતિ અને પૃથ્વી પહેલા પણ હતી અને રહેશે. માણસ માત્ર 70થી 100 વર્ષનો મહેમાન છે તો તેણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ.આપણે ક્યાંક તેમાં કાચા પડ્યા છીએ અને એટલે જ પરિણામ ભોગવીએ છીએ.

માના પટેલ, એથલિટ
માના પટેલ, એથલિટ

કોરોના પાસેથી શુ શીખ્યાં તે અંગે વાત કરે છે એવોર્ડથી સન્માનિત હસ્તીઓ

* દિલીપ જોશી(કલાકાર):કુદરતની આગળ આપણે કંઈક જ નથી તેનો અનુભવ કરાવ્યો છે કોરોનાકાળના આ કપરા સમયે આપણને.

* સૌમ્ય જોશી(નાટ્યકાર):હું મોટો થયો ત્યારથી ઘરમાં બહુ ઓછું રહેવાનું થતું.કોરોનાએ મને ઘરમાં રહેતા શીખવાડ્યું છે.

* માના પટેલ ( ઇન્ડિયન સ્વીમર):કોરોનાએ આપણને બધાને હ્યુમન વેલ્યુ કરતા શીખવ્યું છે.

* મિત્તલ પટેલ(વિચરતી જાતિ માટે કામ કરનાર):મારી કે તમારી આવતી કાલ શુ હશે તેને બદલે વર્તમાનમાં જ જીવવાનું શીખવાડ્યું છે કોરોનાકાળે.

* યઝદી કરંજીયા(નાટ્યકાર): કોરોનાકાળે મને ફેમિલી સાથે રહેવાની શુ મઝા છે તે શીખવાડ્યું છે. લારી કલચર નહી પણ ડાઇનિંગ ટેબલ પર ઘરના સાથે જમવાની પણ એવી જ મઝા કરી છે મેં.

રોબિન ગોએન્કા,(ચેરમેન,સંકલ્પ ગ્રુપ ઓફ કંપનીઝ)
રોબિન ગોએન્કા,(ચેરમેન,સંકલ્પ ગ્રુપ ઓફ કંપનીઝ)
કૈવન શાહ, રત્ના ગ્રુપના MD
કૈવન શાહ, રત્ના ગ્રુપના MD
મિતુલ શાહ, ડિસા ઓક્યુપાય, ગમ ઈન્ડસ્ટ્રી
મિતુલ શાહ, ડિસા ઓક્યુપાય, ગમ ઈન્ડસ્ટ્રી
પદ્મશ્રી પંકજ શાહ
પદ્મશ્રી પંકજ શાહ
પ્રગ્નેશ પંડ્યા ( છેલ્લા 20 વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 50 એવોર્ડથી સન્માનિત થયા છે)
પ્રગ્નેશ પંડ્યા ( છેલ્લા 20 વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 50 એવોર્ડથી સન્માનિત થયા છે)
સંજય જૈન, સંગાથ ગ્રૂપ
સંજય જૈન, સંગાથ ગ્રૂપ