તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોરોના પોઝિટિવ કેસ મામલે 24 દિવસ પછી ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને, મહારાષ્ટ્ર પ્રથમ અને તામિલનાડુ બીજા સ્થાને

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતમાં 24 કલાકમાં 324 કેસ, 20 મોત, મૃત્યુઆંક 586, કુલ કેસ 9592

ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. આ તરફ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયેલાં 24 કલાક દરમિયાન રાજ્માં કુલ નવા 324 કેસ નોંધાતા કુલ આંકડો 9,592 પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ 38.43 ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ 191 લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક 3,753 થયો છે. આ ઉપરાંત વધુ વીસ લોકોના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીનો આંકડો 586 પર પહોંચ્યો છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે તથા તેનો દર 6.11 ટકાનો છે.
હાલ ગુજરાતમાં કુલ 5,253 દર્દીઓ એક્ટિવ છે એટલે કે વિવિધ સ્થળોએ સારવાર હેઠળ છે. તે પૈકી કુલ 5,210 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઘણાં વખતથી પોરબંદરમાં દર્દીઓ સાજા થતાં જિલ્લો કોરોના મુક્ત થઇ ગયો હતો, પરંતુ આજે એક નવો કેસ નોંધાયો હતો.
અગાઉ 21 એપ્રિલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યુ હતું
અગાઉ ગઇ 21 એપ્રિલે ગુજરાત 2,178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે 19 એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 હતી. આમ 24 દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.
કોરોનામીટર: ભાવનગરમાં 100, સુરતમાં 1000 દર્દી

શહેરનવાકુલડિસ્ચાર્જ
અમદાવાદ26569102247
આણંદ28270
બનાસકાંઠા18341
ભાવનગર310346
છોટા ઉદેપુર42114
ગાંધીનગર414661
ગીર સોમનાથ4223
મહેસાણા67337
પંચમહાલ26837
પાટણ33422
પોરબંદર143
સુરત141021631
વડોદરા13605363
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો