ઉજાલા યોજનાનાં 7 વર્ષ:4.14 કરોડ LED વિતરણ સાથે ગુજરાત દ્વિતીય ક્રમે, દર વર્ષે ખર્ચમાં 2153 કરોડની બચત

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશની ટૉપ મેનેજમેન્ટ સંસ્થા IIM-અમદાવાદની લીડરશિપ કેસ સ્ટડીમાં સામેલ
  • પાટનગરમાં જ દીવા તળે અંધારુ: સૌથી ઓછું 3.36 લાખ જ્યારે 43.48 લાખ સાથે સુરતમાં સૌથી વધુ LEDનું વિતરણ

કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે ઉજાલા પ્રોગ્રામ હેઠળ LED લાઇટના વિતરણના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 5 જાન્યુ.2015ના રોજ અફોર્ડેબલ LED દ્વારા ઉન્નત જ્યોતિ ઉજાલા સ્કીમ લૉન્ચ કરી હતી. આ સ્કીમનો સૌથી વધુ લાભ લેનારા રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે આવે છે.

રાજ્યમાં કુલ 4.14 કરોડ LEDનું વિતરણ કરાયું છે. આ યાદીમાં ઓડિશા 5.22 કરોડ વિતરણ સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને ઉત્તરાખંડ 2.63 કરોડ વિતરણ સાથે આવે છે. એલઇડી વિતરણના માધ્યમથી દેશમાં દર વર્ષે 47778 મિલિયન KWh એનર્જીની બચત થઈ છે. ઉપરાંત 3.96 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઓછું ઉત્સર્જન થયું છે. ઉજાલા સ્કીમના કારણે સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન મળ્યું છે અને 2014માં એલઇડીની કિંમત 310 રૂપિયા હતી જે ઘટીને 2017માં 38 રૂપિયા સુધી થઈ ગઈ છે.

કેન્દ્રની આ સ્કીમે દેશની ટૉપ મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ-અમદાવાદે વિશેષ રસ લીધો છે અને તેમના લીડરશીપ કેસ સ્ટડીમાં સામેલ કરી છે. આ ઉપરાંત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં દર વર્ષે 53.83 લાખ MWh એનર્જીની બચત થઇ રહી છે
સુરત 43.38 લાખ સાથે પહેલા નંબરે છે. સૌથી ઓછું વિતરણ રાજ્યના પાટનગરમાં જ નોંધાયું છે. ગાંધીનગરમાં માત્ર 3.36 લાખનું વિતરણ થયું છે. નોંધનીય છે કે, એલઇડીના ઉપયોગથી રાજ્યમાં દર વર્ષે 53.82 લાખ MWh એનર્જીની બચત થાય છે. આ ઉપરાંત દર વર્ષે 2153 કરોડ રૂપિયા ખર્ચમાં બચત થાય છે. વીજળીની ઓછી ખપત થતી હોવાથી રાજ્યમાં દર વર્ષે 43.60 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઓછું ઉત્સર્જન થાય છે.

અન્ય સમાચારો પણ છે...