તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ પુરજોશમાં:દેશમાં ગુજરાત વેક્સિનેશનમાં બીજા ક્રમે, રાજકીય પાર્ટી બાદ હવે NGO અને ક્લબ્સે વેક્સિનેશન માટે કેમ્પ યોજ્યા

અમદાવાદ13 દિવસ પહેલા
 • NGO અને ક્લબસએ યોજેલા વેક્સિનેશન કેમ્પમાં જાણીતા કલાકાર અને પૂર્વ મેયરએ પણ વેક્સિન લીધી

દેશમાં કોરોના વાયરસ સામે રક્ષણ પુરી પાડતી વેક્સિન દરેક નાગરિકને મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને પ્રયત્ન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યને જરૂરિયાત મુજબ વેક્સિનનો જથ્થો પહોંચાડવા આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં પણ રાજ્ય સરકારએ આ વેક્સિનેશન અભિયાનને વધુ સફળ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરી છે. જેમાં તમામ સરકારી વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે તબક્કાવાર વય મર્યાદા મુજબ પણ વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ પણ વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે પ્રચાર કરી રહી છે. સાથે હવે NGO અને ક્લબસ પણ આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી રહ્યાં છે જેથી તેઓ પણ લોકો સુધી આ વેક્સિન પહોંચાડી શકે.અને લોકોમાં ઝડપથી એન્ટીબોડી તૈયાર થાય અને તેઓ કોરોના સામે લડી શકે.

હવે NGO અને ક્લબસ પણ આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી રહ્યાં છે
હવે NGO અને ક્લબસ પણ આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી રહ્યાં છે

લાયન્સ ક્લબમાં 200 લોકો વેક્સિન લીધી
લાયન્સ ક્લબ ઓફ બ્રીલિયન્સ અને યુનાઇટેડ ફિઝિયોથેરાપી એસો. દ્વારા નારણપુરામાં એસ.એમ વેલનેસ ખાતે વેક્સિનેશન કેમ્પનું યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત 200 લોકોએ વેક્સિન લીધી હતી. આ વેક્સિનેશન કેમ્પમાં પૂર્વ મેયર મિનાક્ષીબેન પટેલ, લાયન્સ ક્લબના ગવર્નર નરેન્દ્રભાઈ પટેલ અને એસ.એમ.વેલનેસના ડૉ.જય ભટ્ટએ વેક્સિન લીધી હતી. સાથે તમામ લોકોને વેક્સિન અંગે જાગૃત કર્યા હતા. આ કેમ્પમાં કેટલાક વિકલાંગ લોકોને વેક્સિન આપવામાં આવી હતી કે, જે ચાલી શકતા ન હતા તેથી તેઓ રિક્ષામાં આ કેમ્પમાં આવ્યા હતા. તેઓને રિક્ષામાં બેસાડીને વેક્સિન આપવામા આવી હતી.

આ વેક્સિનેશન કેમ્પ અંતર્ગત 300 લોકોએ વેક્સિન લીધી હતી
આ વેક્સિનેશન કેમ્પ અંતર્ગત 300 લોકોએ વેક્સિન લીધી હતી

ગોદરેજ ગાર્ડન સીટી ક્લબમાં 300એ રસી લીધી
શહેરના ગોદરેજ ગાર્ડન સીટી ક્લબ દ્વારા પણ સરકારના નિયમો મુજબ 45થી વધારે વયના લોકોએ વેક્સિનેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પ અંતર્ગત પણ 300 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં જાણીતા લોકગાયક જીગરદાન ગઢવી, સ્થાનિક કોર્પોરેટર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી અને તેઓએ લોકોને કોરોના અંગેની જાણકારી આપી હતી.સાથે વેક્સિનેશન પણ કેટલું જરૂરી છે તે અંગે પણ લોકો ને જાગૃત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો