ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ 2021-22 માં 77.50 ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતને એવોર્ડ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.
ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી હતી. ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે. આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે.
ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ અગ્રતા ક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના CEO અરુણ સિંઘલે નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
ભારત સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને : જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી 75 જિલ્લા/શહેરોને વિજેતા તરીકે જાહેર કરેલ તે પૈકી ગુજરાત રાજ્યના 5 શહેરો અને 19 જિલ્લાઓ એમ કુલ-24 જિલ્લાઓ/શહેરો સાથે ગુજરાત રાજ્ય ઇટ રાઇટ ચેલેન્જમાં પ્રથમ સ્થાને છે. વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવેલ છે. જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.