રિપોર્ટ:ગુજરાતમાં કોવિડ-19ના ટેસ્ટ ઓછા અને કેસ વધુ, દેશના અન્ય રાજ્યોમાં ટેસ્ટમાં ગુજરાત 13માં ક્રમે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે ટેસ્ટ વધારીને સંક્રમણ અટકાવવામાં નહીં આવે તો કોરોના વિસ્ફોટનો ભય

ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર કોરોનાને કાબુમાં લેવા અન્ય રાજ્યોની જેમ ટેસ્ટ વધારવાને બદલે ઘટાડીને કેસની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુજરાતમાં કોરોના એટલો બધો ફેલાઈ ગયો છે કે, ઓછા ટેસ્ટમાં પણ કેસ તો વધતા જ જાય છે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ટેસ્ટમાં ગુજરાત છેક 13માં સ્થાને છે. એટલે કે સૌથી ઓછા ટેસ્ટ ગુજરાતમાં થાય છે. ખાસ કરીને દિલ્હીની સાથે ગુજરાત ના ટેસ્ટ જોવામાં આવે તો 10 લાખની વસતીએ દિલ્હીમાં 33000 અને ગુજરાતમાં માત્ર 6300 ટેસ્ટ થયાં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ ટેસ્ટ થયાં
કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણનો ટેસ્ટ કરાવવામાં ગુજરાતનો ક્રમ 13મો છે. રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ ટેસ્ટ થયાં છે જે વસતીના પ્રમાણમાં ખૂબ ઓછાં છે. દેશના મોટા રાજ્યોમાં પ્રતિ 10 લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ થયાં છે પરંતુ ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળ્યાં છે. આ સરેરાશ પ્રમાણે દિલ્હીમાં 10 લાખની વસતીએ 32863 ટેસ્ટ થયાં છે જ્યારે ગુજરાતમાં 6289 ટેસ્ટ થયાં છે.

ગુજરાતની 6.79 કરોડ વસતી, 10 લાખની વસતીએ માત્ર 6289 જેટલા ટેસ્ટ
રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ટેસ્ટ કરવાનું પ્રમાણ વધારે છે. રાજ્યોમાં કોરોના પોઝિટિવના આંકડા ટેસ્ટના આંકડા સાથે મૂલવવા જોઇએ.2018ના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે ગુજરાતની વસતી 6.79 કરોડ છે જેની સામે 10 લાખની વસતીએ માત્ર 6289 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ 1.98 કરોડની વસતી ધરાવતા દિલ્હીમાં કુલ 6.43 લાખ ટેસ્ટ થયાં છે. દિલ્હીમાં જુલાઇથી પ્રતિદિન 20000 જેટલા ટેસ્ટ થાય છે. કેસ વધી રહ્યાં છતાં ટેસ્ટ નહીં ઘટાડનારા રાજ્યોમાં તામિલનાડુનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યમાં 1.11 લાખ કેસ છે પરંતુ 13.06 લાખ લોકોના ટેસ્ટ થયાં છે. એટલે કે 10 લાખની વસતીએ 16700 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર્ર 8900 ટેસ્ટ સાથે નવમા ક્રમે
જ્યારે આંધ્રપ્રદેસમાં કુલ 10.17 લાખ ટેસ્ટ થયાં છે. આ રાજ્યએ એક જ દિવસમાં 38900 ટેસ્ટ કયા છે. મહારાષ્ટ્ર્રમાં પણ કુલ 11.16 લાખ ટેસ્ટ થયાં છે. 10 લાખની વસતીએ મહારાષ્ટ્ર્ર 8900 સાથે નવમા ક્રમે છે. આ રીતે આસામમાં 13500, રાજસ્થાનમાં 12300 પંજાબમાં 11200, હરિયાણામાં 10700, કર્ણાટકમાં 10500 કેરળમાં 7200, ઓરિસ્સામાં 6500 છત્તીસગઢમાં 6400 અને ગુજરાતમાં 6298ટેસ્ટ થયાં છે. જ્યારેપશ્ચિમબંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને બિહારમાં ગુજરાત કરતાં ઓછા ટેસ્ટ થયાં છે.

અન્ય સમાચારો પણ છે...