તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠક ભાજપને બિન હરિફ મળી ગઈ છે. ભાજપના રામ મોકરિયા અને દિનશ પ્રજાપતિને આજે બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે. એક જ દિવસે અલગ અલગ મતદાનની જાહેરાત થયા બાદ કોંગ્રેસે ઉમેદવાર ઉભા ન રાખતા બન્ને સીટ ભાજપને ફાળે ગઈ છે. બન્ને ઉમેદવારને આજે ચૂંટણીપંચે જીતના સર્ટિફિકેટ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધનથી બન્ને બેઠક ખાલી પડી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ રામભાઈને શુભકામના પાઠવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડે અને પોતાના વિસ્તારને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે.
રામભાઈએ મુખ્યમંત્રીને જલ્દીથી સ્વસ્થ થવા શુભકામના આપી
મારુતિ કુરિયરના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી વિજયઈ રૂપાણીના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછી જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ બને તેવી શુભકામના પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીએ રામભાઈને રાજ્યસભાના સભ્ય તરીકે વિજયી બનો તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ રામભાઈને શુભકામના પાઠવી
આ સાથે મતદાન માટે રાજકોટ પધારેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રામભાઈ મોકરિયાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમને રાજકીય કારકિર્દીમાં ખુબ આગળ વધી રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.
આ પહેલા ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી બે ઉમેદવારોની પસંદગી કરી હતી. જેમાં મૂળ પોરબંદરના અને મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરીયા તથા ડિસાના ભાજપના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ઉમેદવાર બનાવ્યા હતા.
રામભાઈ મૂળ પોરબંદરના વતની છે
રામભાઈ મૂળ પોરબંદરના વતની છે.તેમને એક દીકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.
દિનેશ પ્રજાપતિ ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક, 8 ભાજપ પાસે
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, જેમાંથી સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની 4 બેઠક કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રામ મોકરિયા, દિનેશ પ્રજાપતિ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. જ્યારે કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક અને નારણસિંહ રાઠવા સાંસદ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.