તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે RTE ના નિયમ અનુસાર સ્કૂલમાં ફરજિયાત આઠ કલાક હાજરી આપવી પડશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર
  • રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક સ્કૂલોને આદેશ કર્યો.
  • રાજ્યની પ્રાથમિક શાળાના 64 ટકા જેટલા શિક્ષકો શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરતા નથી.

RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે. પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપી બાળકોની સારી કેળવણી કરી શકે તેના તરફેણમાં નથી. ત્યારે હવે રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે.RTE ના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 કલામ કામગીરી કરવાની રહેશે.રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક સ્કૂલોને આદેશ કર્યો છે.

સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવી પડશે
રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે, એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારે 5 કલાકની કામગીરી કરવાની રહેશે તેવી જોગવાઈ છે. આ ઉપરાંત સરકારના અન્ય તમામ વિભાગોમાં પણ નોકરી ફરજનો સમય ઓછોમાં ઓછો 8 કલાકનો હોય છે. પરંતુ નિયમોની વાતો કરતાં શિક્ષકો કેમ શાળામાં 8 કલાક હાજરી આપતા નથી.

શિક્ષણાધિકારીએ સ્કૂલોને પરિપત્ર મોકલ્યો
શિક્ષણાધિકારીએ સ્કૂલોને પરિપત્ર મોકલ્યો

ગુણોત્સવ 2.0માં A+ ગ્રેડની માત્ર 14 શાળાઓ
ગુણોત્સવ 2.0મા પ્રસિદ્ધ થયેલા તારણો મુજબ રાજ્યની પ્રાથમિક શાળાના 64 ટકા જેટલા શિક્ષકો શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરતા નથી. આ સિવાય જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું છે.

સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા
આ સિવાય જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું છે.