તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશેષ ક્યાં ખોવાયો?:ગુજરાત પોલીસે ગણતરીની કલાકમાં આંતકવાદીને દબોચી લે છે પણ ધારાસભ્યોના રૂપિયા લઈ જનારા અશેષને શોધી નથી શકતી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને ઈન્સ્ટેમાં અશેષ અગ્રવાલની ફાઈલ તસવીર - Divya Bhaskar
સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને ઈન્સ્ટેમાં અશેષ અગ્રવાલની ફાઈલ તસવીર
  • અશેષનો અનેક લોકો લોકો શિકાર બન્યા પરંતુ ઈન્કમટેક્સ અને સેન્ટ્રલ એજન્સીઓના ચક્કરમાંથી બચવા સામે નથી આવતા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તરમાં રહેતા જમીન દલાલને શોધવો હાલ પોલીસ માટે પડકાર સમાન છે. અશેષ અગ્રવાલ ધારાસભ્યો અને તેમના સ્વજનોના રૂપિયા લઈ ગયો છે.પડોસી IPSને પણ અશેષે છોડ્યા નથી. પોતે ફસાયા છે અને અગાઉ વિવાદમાં આવ્યા છે જેથી તે દિશામાં પોલીસ તપાસ કરે છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીને જાંબાઝ ગુજરાત પોલીસે ગણતરીના કલાકોમાં ભાળ મેળવી લીધી હતી પરંતુ અશેષ જેવા જમીન દલાલને શોધવામાં સફળ થતી નથી.

અશેષે એકની એક પ્રોપર્ટી કેટલાય લોકોને વેચીને લૂંટ્યા છે
અશેષ અગ્રવાલ બોપલ-આબલી અને શેલા વિસ્તારમાં આવેલી નવી સાઈટની દલાલી કરતો હતો. અનેક લોકોને સસ્તામાં મકાન આપવાનું કહીને તેમની પાસેથી તેમની પાસેથી રોકડ રૂપિયા લઈને ડાયરીમાં એન્ટ્રી કરી આપી હતી.આમ એક જ પ્રોપર્ટી તેણે એક થી વધુ વ્યક્તિને આપવાનું શરૂ કરી લાખો રૂપિયા દબાવીને બેસી ગયો હતો. આ સમગ્ર રેકેટમાં અનેક મોટા માથાઓના રૂપિયા છે જે માટે અલગ અલગ એજન્સી અશેષને શોધવાની વાતો કરે છે.તેમ છતાં કોઈ કડી મળી નથી અથવા તે દિશામાં ફોડ પાડવા માંગતી નથી.

અશેષની કંપનીની નોકરીથી કરોડોની દલાલી સુધીની સફર
એસ જી હાઇવે નજીક આવેલા વૈભવી એપાર્ટમેન્ટમાં રહેતા અશેષ અગ્રવાલની સફર સામાન્ય ટેક્સટાઇલ કંપનીની નોકરીથી કરોડોના દલાલી સુધીની સફરમાં ખેડી છે. તે ગુમ થયો છે કે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે હજુ પણ કોયડો બની રહ્યો છે.

બે ફોનમાંથી એક ફોન પહેલેથી જ બંધ, બે સીમ કાર્ડ પણ બંધ
અશેષ પાસે 2 મોબાઈલ નંબર હતા, જે પહેલાં જ બંધ કરી દીધા હતા. ઉપરાંત અન્ય ત્રણ સીમકાર્ડ હતા, જેમાં એક નંબર તેનો પુત્ર વાપરે છે. જ્યારે બીજા બે નંબર 8મેથી જ બંધ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સીડીઆરની તપાસમાં પણ કોઈ શંકાસ્પદ નંબર મળી આવ્યા નથી.

CCTV ફૂટેજમાં સ્ટારબજાર પાસેથી અશેષની કાર નીકળતી દેખાઈ
સેટેલાઈટના આશાવરી ટાવરમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ કરોડોનો ફાંદો કરીને ભાગી ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે અશેષ ગુમ થયો હોવાને 19 દિવસ થયા છે. બીજી તરફ પોલીસને એક સીસીટીવી ફૂટેજમાં સ્ટાર બજાર પાસેથી તેની કાર નીકળતી દેખાઈ છે.અશેષ અગ્રવાલ 18 મેએ ઓફિસ જવા નીકળ્યા પછી લાપતા છે. આ અંગે તેમની પત્ની દીપિકાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ અશેષને શોધવાનું શરૂ કરે તે પહેલાં જ પોલીસને એવી માહિતી મળી હતી કે તે બિલ્ડરો, બ્રોકરો, ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયાનો ફાંદો કરીને ભાગી ગયો છે, જેના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે અશેષ ગુમ થયો ત્યારથી આજદિન સુધીમાં કોઈ ભોગ બનનાર પોલીસ સામે આવ્યો નથી.

એક આઈપીએસનું કાળું નાણું અશેષ થકી બિલ્ડરના ત્યાં રોકાણ થયું
સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જમીન દલાલ અશેષ અગ્રવાલ અચાનક ગાયબ થઈ જતાં પોલીસે તેના ગુમ થવા અંગે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં અનેક મોટા માથાના રૂપિયાનો રાજદાર અશેષની કોઈ કડી મળી નથી. અશેષ નોકરી છોડીને મોટા બિલ્ડરના સંપર્કમાં આવ્યો હતો. જેમાં તે બિલ્ડરના ખાલી ફ્લેટ, દુકાન વેચવાથી શરૂ કરીને દલાલી કરવા લાગ્યો અને કિસ્મત તેનો સાથ આપવા લાગી હતી. તેનો સંપર્ક અમદાવાદ શહેરમાં કી પોસ્ટ પર રહેલા એક આઇપીએસ અધિકારીના કોન્ટેક્ટમાં આવ્યો અને ધીમે ધીમે કાળા નાણાંનું રોકાણ બિલ્ડરના ત્યાં થવા લાગ્યું હતું તેવી વિગત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

હાઈપ્રોફાઈલ લોકોને ઈન્વેસ્ટમેન્ટ માટેના નાણાં ન ચૂકવ્યા હોવાનું અનુમાન
આઈ પી એસ બાદ જાણીતા ભાજપના ધારાસભ્યના સ્વજનની સ્કીમમાં પણ દલાલી કરી અને પોલિટિકલ કોન્ટેક્ટમાં આવ્યો હતો. જેના આધારે તે રૂપિયા પ્રોપર્ટીમાં રોકવાને બદલે શેર બજારના સટ્ટામાં અને ક્રિકેટ સટ્ટાના રોકવા લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અશેષ અગ્રવાલ ગાયબ થવા પાછળ તેણે અનેક હાઈપ્રોફાઈલ લોકોના રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ માટે લીધા અને પછી પરત ચૂકવી ન શકતા ગાયબ થઈ ગયો હોવાનું હાલ અનુમાન કરવામાં આવી રહ્યું છે. બોપલ-આંબલી રોડ પર આવેલા બિલ્ડરની સ્કીમમાં પણ તેણે ફ્લેટ અને શોપ બરોબર એક કરતાં વધુ લોકોને આપી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી
21 મેના બપોરના સમયે તેમની સાથે કામ કરતા મેહુલભાઈએ અશેષભાઈની પત્ની દીપિકાબેનને ફોન કર્યો હતો કે, અશેષભાઈ કયાં છે તેઓ હજુ ઓફિસે આવ્યા નથી અને તેમનો ફોન પણ લાગતો નથી. આ જાણ્યા બાદ દીપિકાબેને તેમના પતિને બીજા ફોન પર બપોરથી રાતના 11.30 વાગ્યા સુધી ફોન કરવા છતા તેમણે ફોન ઉપાડ્યો નહતો. ત્યારબાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ અશેષની પત્નીએ પોતાના સગાસબંધીઓનો સંપર્ક કરવા છતા કયાંય પણ તેમનો પત્તો મળ્યો નહતો. અંતે દીપિકાબેન સેટેલાઈટ પોલીસમાં પતિ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

પોલીસને મોબાઈલ અને ગાડી મળી
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી અગ્રાવતે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘરેથી ઓફિસ જવાનું કહી નીકળ્યા બાદ તેઓનો કોઈ સંપર્ક થયો નથી. પોલીસને તેના મોબાઈલ અને ગાડી મળી આવી છે. એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે કે મારા ભાગીદારોએ મારી સાથે છેતરપિંડી કરી છે અને મને સહકાર નથી આપતા. હાલ યુવકના ગુમ થવા બાબતે તપાસ ચાલી રહી છે. કોઈ CCTV ફુટેજ વગેરે મળ્યા નથી.

ધંધાના કામકાજથી સતત ટેન્શનમાં રહેતા હતા
અશેષ અગ્રવાલની પત્નીએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના પતિ પોતાના ધંધાના કામકાજથી સતત ટેન્શનમાં રહેતા હતા. જો કે તેમણે પતિના ગુમ થવા અંગે કોઈની પર શંકા કે વહેમ નહીં હોવાનું કહી ધંધાના કામકાજના ટેન્શનના કારણે ક્યાંય ચાલ્યા ગયા હોવાનું જણાવ્યુ છે. આ મામલે સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે.

અશેષ પૈસા લઈ ગયાની ફરિયાદ મળી નથી
અશેષને શોધવા પોલીસ કામ કરી રહી છે. જોકે તે કોઈના પૈસા લઈ ગયો હોવાની એક પણ ફરિયાદ, અરજી કે કોઈ માણસ હજુ સુધી આવ્યાં નથી.પ્રેમસુખ ડેલુ, ડીસીપી ઝોન-7

મારા ઇન્વેસ્ટર્સના પૈસા લઈ ગયો: બ્રોકર પ્રોમેશ
પોલીસે જે નિવેદનો લીધાં તેમાંથી એસ્ટેટ બ્રોકર પ્રોમેશ દેસાઈએ જણાવ્યું કે, અશેષ મારા ઇન્વેસ્ટર્સના પૈસા લઈ ભાગી ગયો છે, પરંતુ પ્રોમેશ એકપણ ઈન્વેસ્ટરનું નામ-સરનામું, કોના કેટલા પૈસા લઈ ગયો તે માહિતી આપી શક્યો નથી.