રાજ્યના પોલીસ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજયમાં હવે ગુનો બન્યા બાદ વૈજ્ઞાનિક તપાસના રિપોર્ટ માટે રાહ જોવી પડશે નહી. ગુનાના સ્થળે જ વૈજ્ઞાનિક તપાસનો પ્રાથમિક રીપોર્ટ મળી જશે. જેના માટે ખાસ વાન બનાવવામાં આવી છે.
ગુજરાત પોલીસને 11 ખાસ વાન મોકલાઈ
રાજ્યના 500થી વધુ પોલીસ મથકના અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુના સ્થળ પર જ વૈજ્ઞાનિક તપાસનો પ્રાથમિક રીપોર્ટ મળશે. પ્રાથમિક ગુનાનો રિપોર્ટ તૈયાર કરવા માટે ખાસ વાન બનાવાઈ છે. દેશના અલગ- અલગ રાજ્યોમાં આવી ખાસ 55 વાન મોકલાઈ છે. જેમાં ગુજરાત પોલીસને 11 વાનની ફાળવણી કરાઈ છે. આ વાનની અંદર તમામ પ્રકારના ગુનાની પ્રાથમિક તપાસ માટે કીટ તૈયાર કરાયેલી છે. જેથી લૂંટ, મર્ડર, બળાત્કાર, ડ્રગ્સ, આગ સહિતની ઘટનાઓમાં સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ મળશે.
ગુજરાત પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ
આ પહેલા રાજ્યમાં ગુનાખોરી પર અંકુશ અને સર્વેલન્સ માટે પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. રોડ પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓ સાથે વાહન ચાલકો બોલાચાલી કરી ઘર્ષણ કરતા હોય છે. આંદોલન, VIP બંદોબસ્તમાં ઘર્ષણના બનાવ બનતા હોય છે, ત્યારે પુરાવા માટે હવે પોલીસકર્મીઓને "બોડી વોર્ન કેમેરા" અપાયા છે.
રાજ્ય સરકારે 10,000 બોડી વોર્ન કેમેરાનો ઓર્ડર આપ્યો હતો
અમદાવાદમાં માર્ચ મહિનામાં બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. રાજયની પોલીસ સ્માર્ટ અને ટેકનોલોજી સભર બને તથા કાયદો અને વ્યવસ્થા વધુ સારી રહે તેના માટે સરકારે 10,000 બોડી વોર્ન કેમેરા અંદાજીત 50 કરોડના ખર્ચે પોલીસ વિભાગને આપ્યા છે. રાજયના પોલીસને પોકેટ કોપ સહિત અનેક રીતે આધુનિક કરી છે. રસ્તા પર બનતી ઘટના કે ઘર્ષણ અંગે ડિટેકશન કરી શકાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.