ડ્રગ્સ પર પોલીસની બાજ નજર:મુંબઈ ડ્રગ્સ કાંડ બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ, નવરાત્રીમાં ડ્રગ તસ્કરીના હોટસ્પોટ એરિયામાં વોચ રખાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિ પર નજર રાખવા પોલીસ ડ્રાઇવ યોજશે
  • પોલીસ હોટલ ચેકીંગની સાથે આ વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ રાખી રહી છે: ડીસીપી, હર્ષદ પટેલ
  • NCB દ્વારા રાજ્યના મોટા શહેરોમાં ડ્રગ્સ માટે ખાસ એલર્ટ

દરેક ગુજરાતીઓ આખું વર્ષ નવરાત્રીની રાહ જોતા હોય છે તેમાં છેલ્લા ઘણા સમયથી મોટા શહેરમાં એમ ડી ડ્રગ્સ તેમજ અન્ય નશીલા પદાર્થનું ચલણ વધી રહ્યું છે. હવે પોલીસ અને સેન્ટ્રલ એજન્સી ગુજરાતમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થનું વેચાણ અને સેવન કરતા લોકો પર લાલ આંખ કરી છે. આ વખતે મુંબઈના દરિયામાં ક્રુઝ રેવ પાર્ટી બાદ હવે ગુજરાતમાં પણ ડ્રગ્સ અને એન્ટી સોશિયલ તત્વો સામે ખાસ ડ્રાઇવ અને વોચ રાખવા કેન્દ્ર અને રાજ્યની એજન્સી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે તૈયારી કરી દેવામાં આવી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

આંતરાષ્ટ્રી ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું ગુજરાત?
મુંબઈથી ઉપડેલા ક્રુઝમાં માલેતુજાર પરિવારના નબીરા સહિત અનેક લોકો શરાબ અને ડ્રગ્સની હાલતમાં હતા. આ પાર્ટીમાં પકડાયેલા લોકોમાં NCB દ્વારા ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે જેમાં શાહરૂખખાનનો દીકરો આર્યન પણ પકડાયો છે.ગુજરાતનો દરિયો ઘણા સમયથી આંતરાષ્ટ્રી ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું છે. ત્યારે ગુજરાત પર કેન્દ્રની અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવરાત્રીના સમયમાં કોઈ તત્વો ડ્રગ્સ ડિલિવરી કરતા કે રિસીવ કરતા હોય તેના પર ખાસ વોચ રાખવા માટે આ વખતે એજન્સીઓ મેન્યુલ સ્પોર્ટની સાથે સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

નવરાત્રીના તહેવારના કારણે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી: ડીસીપી
અમદાવાદ શહેરના ડીસીપી કન્ટ્રોલ હર્ષદ પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, નવરાત્રીના તહેવારના કારણે ખાસ ડ્રાઈવ શરૂ કરવામા આવી છે. જેમાં વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ પર નજર રાખવા માટે શહેર પોલીસ ખાસ એલર્ટ પર છે. આ અંગે કામ કરતી સીઆઇડી ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં પણ ડ્રગ્સ અંગેની માહિતી મળતા તરત કાર્યવાહી કરવા ખાસ ટીમ બનાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રીમાં NCB દ્વારા રાજ્યનાં મોટા શહેરમાં ડ્રગ્સ માતે એલર્ટ પર છે જે સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલીસની મહત્વની એજન્સીઓ સાથે સ્તત સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...