• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Police Allotted Grounds For LRD Candidates In Panchmahal, Dahod And Mahisagar Districts For Physical Test Practice, Here Is The Complete List

મેં આઈ હેલ્પ યુ?:LRD ઉમેદવારોને શારીરિક કસોટીની પ્રેક્ટિસ માટે પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં ગુજરાત પોલીસે મેદાન ફાળવ્યા, આ રહ્યું આખું લિસ્ટ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પંચમહાલ 9, દાહોદ 4 તથા મહીસાગર જિલ્લામાં 7 મેદાનો દોડની પ્રેક્ટિસ માટે અપાયા
  • સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં પણ ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવામાં આવશે

ગુજરાતમાં લાંબા સમય બાદ LRDની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થવાની છે. ત્યારે ઉમેદવારો હાલ શારીરિક કસોટી માટે આકરી તૈયારી કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો શારીરિક કસોટી માટે મેદાન ન હોવાથી ખેતરમાં કે અન્ય ખુલ્લી જગ્યા પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવામાં રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. એવામાં અમરેલી બાદ રાજ્યમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેદાનો ઉપલબ્ધ કરાવ્યા છે.

ઉમેદવારોએ મેદાન પર જઈને નોંધણી કરાવવી પડશે
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ બાબતની જાણ કરી છે. તેમણે ટ્વીટ કરીને પંચમહાલ 9, દાહોદ 4 તથા મહીસાગર જિલ્લામાં 7 મેદાનો ઉપલબ્ધ કરાવાયા હોવાની જાણકારી આપી છે. આ માટે ઉમેદવારોએ 21મી તારીખને રવિવારે સવારે 6.30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં મેદાન પર જઈને નોંધણી કરાવવી પડશે. નોંધણી દરમિયાન તેમણે ભરેલા ફોર્મની નકલ પણ સાથે રાખવી પડશે. એવામાં જે ઉમેદવારોએ શારીરિક કસોટીની પ્રેક્ટિસ માટે આ મેદાનની સુવિધાનો ઉપયોગ કરવો હોય તેમણે તાત્કાલિક આ નોંધણી કરાવી લેવી જોઈએ.

અમરેલીમાં પણ 6 મેદાનો ફાળવાયા
નોંધનીય છે કે, ગઈકાલે જ અમરેલીમાં પણ આ પ્રકારે ઉમેદવારોને 6 મેદાનો ફાળવામાં આવ્યા હતા. જે માટે પણ આ રીતે નોંધણીની પ્રક્રિયા રાખવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાઓમાં પણ પોલીસ ભરતીના ઉમેદવારો માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવામાં આવશે.' બીજી તરફ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મુખ્ય મથક ખાતે પોલીસ ભરતીના 1000 ઉમેદવારોને શારીરિક તથા લેખિત પરીક્ષા માટેની તૈયારી કરાવવામાં આવી રહી છે. જેમાં વધુમાં વધુ ઉમેદવારોને લાભ લેવા હસમુખ પટેલ દ્વારા વિનંતી કરાઈ છે.

ભાવનગરમાં યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવાશે
આ ઉપરાંત વલસાડમાં પણ પોલીસ અધીક્ષક દ્વારા હાલ 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અન્ય કયાં કયાં ઉમેદવારોને મેદાનો પ્રેક્ટિસ માટે ફાળવાયાં?

  • જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
  • લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.