સરકારી નોકરીની તક:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઈ, આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની જગ્યાઓની ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે.

ક્યાંથી અરજી કરવાની રહેશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. ઉપરાંત આ જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી મળી રહેશે.

કઈ જગ્યા માટે કેટલી ભરતી?

  1. સ્ટાફ નર્સની વર્ગ-3ની 153 ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારને મહત્તમ ઉંમર 41 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારે બીએસએસી નર્સિંગ, ડિપ્લોમાં નર્સિંગ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી થઈ હોવી જોઈએ. પસંદ થનારા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને માસિક ફિક્સ 31,340 રૂપિયા પગાર મળશે.
  2. વિભાગીય હિસાબનીશની 14 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારએ એમબીએ, એસીએ, એમકોમ, એમએસી મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, અથવા ઈકનોમિક્સ બેચલર્સ ડિગ્રી સેકન્ડ ક્લાસ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વઘુ ન હોવી જોઈએ. આ ભરતીમાં ઉંમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત માસિક 38,090 રૂપિયા પગાર મળશે.
  3. વિસ્તરણ અધિકારી ખેતીની 15 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારે બેચલર્સ ડિગ્રી અગ્રિકલ્ચર, હોર્ટિ કલ્ચર વિષય સાથે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.
  4. નાયબ હિસાબનીશની 191 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારી કરવા માંગત ઉમેદવારોની બીબીએ, બીકોમ, બીએસસી સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ, બીએ સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ/ મેથેમેટિક્સમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...