ગુજરાત પાલિકા-પંચાયત રિઝલ્ટ:મોદી કરતાં મોટો વિજય, કોંગ્રેસમુક્ત સ્વરાજ! મનપા પછી હવે જિલ્લા-તાલુકા અને પાલિકામાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પરિણામ બાદ PM મોદી બોલ્યા, ગુજરાતના વિકાસની જીત છે, અમિત શાહ બોલ્યા, હું જનતાને નમન કરું છું
  • અમિત ચાવડાએ કોંગ્રેસ-પ્રમુખપદેથી, જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું
  • 61 વર્ષમાં પહેલીવાર ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90% બેઠકો જીતી
  • ભાજપે 81માંથી 75 ન.પા., તમામ 31 જિલ્લા પંચાયત અને 231માંથી 196 તાલુકા પંચાયત જીતી
  • કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષી નેતાનાં રાજીનામા
  • ગુજરાતમાં હવે ભાજપ પાસે 100% સાંસદ, 100% જિલ્લા પંચાયત, 100% મહાનગરપાલિકા, 93% નગરપાલિકા, 86% તાલુકા પંચાયત, 61% ધારાસભ્યો

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં સૌથી મોટો વિજય મેળવ્યો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી કુલ 349 સંસ્થાઓ પૈકી 310 સંસ્થાઓ સાથે ભાજપે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 90 ટકા સંસ્થાઓ કबબજે કરી લીધી છે. અગાઉ તમામ 6 મહાનગરપાલિકા કબજે કર્યા બાદ મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે કુલ 81માંથી 75 નગરપાલિકા, તમામ 31 જિલ્લા પંચાયતો તથા કુલ 231માંથી 196 તાલુકા પંચાયતો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 3 નગરપાલિકા અને 33 તાલુકા પંચાયતોમાં વિજય મળ્યો હતો. નિરાશાજનક પરિણામોને પગલે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધાં છે.

2015ની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે જબરદસ્ત ઝાટકો ખાધાં બાદ ભાજપે આ ચૂંટણીમાં તમામ કસર પૂરી કરી નાંખી છે. 2015ની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસને 24 અને ભાજપને 6 પંચાયત મળી હતી અને 1 પર ટાઇ સર્જાઇ હતી. તો 231 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 142, ભાજપને 77 તથા અન્યોને 11 પંચાયત મળી હતી.

આ સ્થિતિ જોઇએ તો ભાજપે ગુજરાતના અંદાજે 90 ટકા ભૌગોલિક વિસ્તાર પર રાજકીય વર્ચસ્વ મેળવી લીધું છે. આ પરિણામોની તુલના ટકાવારી પ્રમાણે વિધાનસભાની કુલ બેઠકો સાથે કરીએ તો 182 બેઠકો પૈકી 90 ટકા લેખે ભાજપને 164 બેઠકો મળે, જ્યારે કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળે.

2005ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 64 ટકા, કોંગ્રેસને 29 ટકા જ્યારે અપક્ષોને 7 ટકા બેઠકો મળી હતી. 2010ના વર્ષમાં ભાજપને 78 ટકા, કોંગ્રેસને 14 ટકા જ્યારે અપક્ષોને 2 ટકા બેઠકો મળી હતી જ્યારે 6 ટકા બેઠકો પર ટાઇ પડી હતી.

ક્યાં કોના કેટલા ઉમેદવાર, કેટલી બેઠકો

ઉમેદવારોભાજપકોંગ્રેસઅન્ય
31 જિલ્લા પંચાયત98079917110
81 નગરપાલિકા27202086401 233
231 તાલુકા પંચાયત477433541231 164
કુલ ઉમેદવારો847462391803 407

81 નગરપાલિકા

પાર્ટી20212015
ભાજપ7555
કોંગ્રેસ316
અન્ય310

​​​​​​​31 જિલ્લા પંચાયત

પાર્ટી20212015
ભાજપ318
કોંગ્રેસ023

​​​​​​​231 તાલુકા પંચાયત

પાર્ટી20212015
ભાજપ19691
કોંગ્રેસ33140

આફતમાં અવસર; કોરોનામાં, ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક, (છેલ્લા 6 માસની ચૂંટણીઓના પરિણામ) ​​​​​​​

ચૂંટણીબેઠકોભાજપકોંગ્રેસટકામાં
પેટાચૂંટણી880100%
રાજ્યસભા220100%
મનપા660100%
ન.પા.8175392.50%
જિ. પંચાયત31310100%
તાલુકા2311963385%

​​​​​​​ઓવૈસીના પક્ષે ગોધરામાં 8માંથી 7 બેઠકો જીતી, ગામડાંમાં ‘આપ’ને 42

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગોધરામાં નગરપાલિકાની ચૂંટણીમાં 8 ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી 7 જીત્યાં છે જ્યારે મોડાસામાં તેમના 9 ઉમેદવાર જીતતા રાજ્યમાં પાર્ટીએ કુલ 16 બેઠકો જીતી હતી. આ તરફ આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 42 બેઠકો જીતી છે. એક તરફ કોંગ્રેસનો સફાયો થયો તો બીજી તરફ ઓવૈસીની પાર્ટી અને આપની જીતના પગલે રાજ્યમાં પહેલીવાર અન્ય પક્ષોનો પગપેસારો મજબૂત બન્યો છે. ભાજપે આપની જીતને નગણ્ય ગણાવી હતી.

​​​​વિધાનસભાના નેતા વિપક્ષ અને પ્રદેશ પ્રમુખના રાજીનામા
​​​​​​​મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણીમાં પણ કારમો પરાજય થતાં અમિત ચાવડાએ કોંગ્રેસ -પ્રમુખપદેથી, જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે, જેનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે.

આ બાદ એવું કહી શકાય કે મનપા તેમજ જિલ્લા-તાલુકા તેમજ નગરપાલિકામાં મોટી હાર બાદ કોંગ્રેસ હવે નવસર્જનના માર્ગે અગ્રસર થઈ છે અને માર્ચના અંત સુધીમાં પાર્ટીમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે. સુરત મનપામાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ જિલ્લા-તાલુકા તેમજ નગરપાલિકામાં પણ પોતાની એન્ટ્રી કરી લીધી છે.

પરિણામ બાદ વડાપ્રધાનનું ટ્વીટ

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની જીત માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જોરશોરથી પ્રચાર કરતા નજરે ચઢ્યા હતા. મુખ્યમંત્રીનો પ્રચાર સમયે મુખ્ય મુદ્દો વિકાસનો હતો, જ્યારે સી.આર પાટીલ પોતાની પેજપ્રમુખ ફોર્મ્યુલાથી શહેરો બાદ ગામડાંમાં પણ સફળ રહ્યા છે. બીજી તરફ, ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમઆદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે.

પરિણામ બાદ અમિત શાહનું ટ્વીટ

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભાઈ-ભત્રીજાનો કારમો પરાજય
જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ અગ્રેસર છે; ત્યારે પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયા છે. ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ, કોંગ્રેસના નેતાઓના સગાંસબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે.

પાલિકા-પંચાયત રિઝલ્ટ LIVE અપડેટ

મધ્ય ગુજરાત રિઝલ્ટ અપડેટ
અમદાવાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

આણંદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

છોટાઉદેપુર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

નર્મદા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પંચમહાલ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મહીસાગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

દાહોદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ખેડા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતાં ગામડાંમાં મતદાન સારું રહ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી, જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

ઉત્તર ગુજરાત રિઝલ્ટ અપડેટ

અરવલ્લી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મહેસાણા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ગાંધીનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પાટણ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમઆદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચૂકી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં AAPની એન્ટ્રી થઈ ગઈ છે. બીજી તરફ, જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં "કમળ" ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારાં સાથે રોડ પર ઊમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડા ઊડી રહ્યા છે.

સૌરાષ્ટ્ર રિઝલ્ટ અપડેટ ​​​​​​
રાજકોટ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

અમરેલી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

જામનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મોરબી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ભાવનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

કચ્છ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

બોટાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

જૂનાગઢ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંમાં પણ મોદીના નામે ભાજપને ખોબલેખોબલે મત મળ્યા છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ આમઆદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે.

દક્ષિણ ગુજરાત રિઝલ્ટ અપડેટ
સુરત જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

તાપી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

નવસારી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ડાંગ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

વલસાડ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

2015માં શું હતી સ્થિતિ
2015માં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીનાં પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી, જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકામાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું.