સફળતા:ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલને વિયેનાની માસ્ટર્સ ડિસ્ટિંકશન સ્કોલરશિપ એનાયત કરાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલ - Divya Bhaskar
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલ
  • 50 લાખની સ્કોલરશિપની મદદથી તેઓ સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન હ્યુમન રાઈટસનો અભ્યાસ કરશે.

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સોશિયલ વર્ક એન્ડ લો ઓનર્સની ડીગ્રી મેળવનાર વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલને ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં આવેલી સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીની માસ્ટર્સ ડિસ્ટિકશન સ્કોલરશિપ ઓફર થઈ છે. આશરે 50 લાખ રૂપિયાની સ્કોલરશિપની મદદથી તે સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન હ્યુમન રાઈટસનો અભ્યાસ કરશે. આ સ્કોલરશિપની રકમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની ફી,રહેવાનો ખર્ચ, પોકેટ ખર્ચ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

દેશમાં એક માત્ર વિદ્યાર્થીને આ સ્કોલરશિપ મળે છે
વસ્ત્રાપૂરની પ્રકાશ સ્કૂલમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કરનાર સૌમ્ય સતિષ રાવલ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશ અને વિદેશમાં માનવ અધિકારના રક્ષણ અને તેને લગતી નિતીઓના નિર્ધારણ માટે કામ કરવા માંગે છે. તેમના પિતા સતિષ રાવલ મેનેજર છે. જયારે તેમના માતા દિપ્તી બેન રાવલ પ્રકાશ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કાર્યરત છે. તેમના નાના ભાઈ ઋત્વિક રાવલ હાલમાં બી જે મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહ્યા છે. વિયેનાની સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી તરફથી દેશભરમાં એક માત્ર વિદ્યાર્થીને આ ડિસ્ટિકશન સ્કોલરશિપ મળે છે, જે આ સ્કોલરશિપ આ વર્ષે દેશભરમાંથી સૌમ્ય રાવલને મળી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સૌમ્ય સતિષ રાવલને અભિનંદન આપ્યા
મુખ્યમંત્રી રૂપાણીએ સૌમ્ય સતિષ રાવલને અભિનંદન આપ્યા

મુખ્યમંત્રી રૂપાણીએ સૌમ્ય સતિષ રાવલને અભિનંદન આપ્યા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સૌમ્ય સતિષ રાવલને અભિનંદન આપતો પત્ર પાઠવીને કહ્યું હતું કે, આકાશને આંબવાની મહેચ્છાને સીમાડા નથી નડતાં. તમને પ્રાપ્ત થયેલી સફળતા પાછળ સ્વના આત્મબળ,કૌશલ્ય અને પ્રતિભાની સાથે પરિવારનો સંપૂર્ણ સહકાર, સમર્પણ અને સ્નેહની ભાવના પણ અચૂક પણે સમાવિષ્ટ હોય છે.યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં પણ ગુરુજનોનો અનન્ય ફાળો હોય છે. વિયેનાની સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી તરફથી તમે ડિસ્ટિંક્શન સ્કોલરશીપ મેળવી તે બદલ પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રગૌરવની લાગણી અનુભવે છે. આગળના અભ્યાસમાં સફળતા મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી અભિલાષા.