તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીનું વિઝન:ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની હવે વિદેશમાં બ્રાન્ચ ખુલશે, એક વર્ષમાં 29 દેશના લોકો ગાંધીનગર આવી કરી ચૂક્યા છે અભ્યાસ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રિપુરા, મણિપુર, લદાખમાં પણ નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની શાખા શરૂ થશે

એશિયાની નંબર વન ગણાતી નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી હવે વિશ્વના અલગ-અલગ દેશોમાં ખ્યાતનામ થવા જઈ રહી છે. PM મોદીના વિઝન સમાન આ યુનિવર્સિટીની શાખાઓ હવે વિદેશમાં પણ શરૂ કરવામાં આવશે.

અત્યાર સુધી વિદેશથી અનેક લોકો ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન મેળવવા માટે ગાંધીનગર આવતા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અપરાધિક કિસ્સાઓની તપાસમાં ફોરેન્સિક તપાસને મહત્વ આપવા પર ભાર મુક્યો હતો. બીજી તરફ યુનિવર્સિટીને વિશેષ દરજજો મળતા ભારતમાં ત્રિપુરા, મણિપુર, લદાખમાં પણ નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની શાખા શરૂ થશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

29 જેટલા દેશના 815 લોકો અભ્યાસ કરી ચૂક્યા છે
આ યુનિવર્સિટીમાં વર્ષ 2019-20માં જ 29 જેટલા દેશમાંથી 815 લોકો અભ્યાસ કરી ચૂક્યા છે. યુનિવર્સિટીમાં વિશ્વમાં સૌથી બેસ્ટ બેલેસ્ટિક અને બુલેટપ્રુફ વ્હીકલ ટેસ્ટ, બેલેસ્ટિક ટેસ્ટિંગ લેબ છે. જેમાં ભારતની ટોચની કંપનીઓ પોતાની બુલેટપ્રૂફ કારનું ટેસ્ટિંગ કરાવે છે. માત્ર એટલું જ નહીં વિદેશી કંપનીઓ પણ પોતાના વાહનના બુલેટપ્રૂફ ટેસ્ટિંગ કરાવવા આવે છે.

સાયબર સિસ્ટમ કોઈપણ ખૂણેથી થતો સાયબર એટેક શોધી શકે છે
વિશ્વ કક્ષાની સાયબર સિસ્ટમ જે કોઈ પણ ખૂણેથી થતો સાયબર એટેક શોધી શકે છે. આ યુનિવર્સિટીમાં ખાસ સાયબર વોલ બનાવવામાં આવી છે જે વિશ્વમાં કોઈ પણ ખૂણે કઈ સિસસ્ટમમાં સાયબર એટેક થઈ રહ્યા છે તે જાણી શકે છે. તેમજ તેની આખી ટીમ તમામ એટેકનું એનાલિસિસ કરે છે. વિશ્વભરમાંથી પોલીસ ઓફિસર ફોરેન્સિક સાયન્સનું નોલેજ મેળવવા માટે ગાંધીનગર આવે છે. ગાંધીનગર FSLમાં અત્યારમાં સુધીમાં એશિયા, આફ્રિકા અને યુરોપિયન દેશોના 180 પોલીસ ઓફિસર અભ્યાસ કરવા માટે આવી ચૂક્યા છે.

ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી એ મોદીનું વિઝન
નેશનલ ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને હાલ દેશના પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન છે, જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો. સમયાંતરે ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે GSFUની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ સાયબર ક્રાઈમ, ડિજિટલ ફોરેન્સિક, બિહેવિરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનિંગ, રિસર્ચ અને કન્સલ્ટન્સી પૂરી પાડવી છે.

10 વર્ષમાં 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ સહિતનાને તાલીમ
માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય પ્રધાનમંત્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

કયા દેશમાંથી કેટલા લોકો અભ્યાસ કરવા આવ્યા

દેશવર્ષ 2019-20
1મ્યાનમાર240
2બાંગ્લાદેશ212
3માલદીવ્સ69
4નેપાળ64
5સાઉદી એરેબિયા36
6શ્રીલંકા27
7કેન્યા16
8ઝિમ્બાબ્વે15
9ઘાના14
10રવાન્ડા12
11તાન્ઝાનિયા12
12ત્રિનિદાદ-ટોબેગો11
13લાઈબેરિયા10
14સાઉથ સુદાન10
15સ્વાઝિલેન્ડ10
16ઈરાક9
17મોરેશિયસ8
18બોટ્સવાના7
19બેલારૂસ7
20કમ્બોડિયા5
21લેબનન4
22ઈથોપિયા3
23જોર્ડન3
24નામિબિયા3
25કઝાકિસ્તાન2
26પેલેસ્ટાઈન2
27ગ્વાટેમાલા2
28ફિજી1
29મોંગોલિયા1
અન્ય સમાચારો પણ છે...