MLA રિપોર્ટ કાર્ડ:ગુજરાતના ધારાસભ્યોનું વિકાસ ફંડ 1004 કરોડ, 677 કરોડ જ ખર્ચ્યા, ગૃહની કામગીરી માત્ર 28 ટકા જ ચાલી

અમદાવાદએક મહિનો પહેલા
  • સરકારે 141 દિવસની કામગીરી દરમિયાન 38,121 પ્રશ્નોમાંથી 600 પ્રશ્નોના જ જવાબ આપ્યા

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભામાં વિપક્ષના જે સવાલોનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તારાંકિત પ્રશ્નોના જવાબ મામલે મૌન રહી છે.વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ 38,121 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે 600 પ્રશ્નોના જ જવાબ આપવામાં આવ્યા હતાં. બીજી તરફ રાજસ્થાન કરતાં ગુજરાત વિધાનસભાની કામગીરીની ટકાવારી પણ ઓછી નોંધાઈ છે.

141 દિવસ વિધાનસભા સત્રની કામગીરી ચાલી
ADR દ્વારા ગુજરાત વિધાનસભામાં કામકાજના દિવસો ધારાસભ્યોની ગૃહમાં હાજરી, તેમની સહભાગિતા, ફળવાયેલ રકમ વગેરે બાબતોને લઈને વિગતવાર અભ્યાસ કરાયો છે. આ અભ્યાસમાં ગુજરાતની સરખામણીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા વિધાનસભા સત્રમાં કામગીરીના દિવસોની ટકાવારી વધુ છે. 14મી વિધાનસભાના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ફુલ 141 દિવસ વિધાનસભા સત્રની કામગીરી ચાલી હતી. જેમાં અતારાંકિત મળીને કુલ 48345 સવાલો પૂછવામાં આવ્યા હતા.

623 તારાંકિત અને 79 અતારાંકિત સવાલો રદ કરાયા
તારાંકિત પ્રશ્નમાં બધા અને સંસદીય બાબતોના વિભાગ તરફથી સૌથી ઓછા 15 સવાલ જ્યારે અતારાંકિત પમાં સૌથી ઓછા પ્રશ્નો ક્લાઈમેટ ચેન્જ વિભાગના પૂછાયા હતાં.માહિતી અધિકાર નિયમ હેઠળ મળેલી માહિતી પ્રમાણે કુલ 38 હજાર 121 તારાંકિત પ્રશ્નોમાંથી 600 જેટલા ગૃહમાં જવાબ આપવામાં આવ્યા, જેની ટકાવારી માત્ર 2 ટકા થાય છે. જ્યારે કુલ 10224 પ્રશ્નો માથી 4800 જેટલા જવાબ આપવામાં આવ્યા છે, જેની ટકાવારી 32 ટકા જેટલી થાય છે. તારાંકિત પ્રશ્નોમાંથી 8905 અને અતારાંકિત પ્રકારના 2351 સવાલો સ્વીકારાયા નહોતા. જ્યારે 623 તારાંકિત અને 79 અતારાંકિત સવાલો રદ કરાયા હતાં.

નીતિન પટેલે સૌથી વધુ ચર્ચામાં ભાગ લીધો
આ અભ્યાસમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૌથી વધુ એટલે કે 191 વાર વિધાનસભાની ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ 139, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 136, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 123, કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે 104, કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે 102 વાર વિધાનસભા ચર્ચામાં ભાગ લીધો છે.

5 વર્ષ દરમ્યાન 67.47% રકમ વપરાઈ
રાજ્યના વર્તમાન ધારાસભ્યોએ છેલ્લા 5 વર્ષ દરમ્યાન MLA લોકલ એરીયા ડેવેલોપમેંટ ફંડમાંથી 1004.15 કરોડ રુપિયા મંજુર કરવામાં આવ્યા અને તેમાંથી 677.5 કરોડ રુપિયાનો ખર્ચ થયો. જેની ટકાવારી 67.47% છે. કુલ મંજુર થયેલા 53029 કામોમાંથી 40428 (76%) કામો પુરા થઇ શક્યા છે. જ્યારે કુલ બજેટ માંથી 600 કરોડ રૂપિયા વણવપરાયેલ રહ્યા છે. આદીવાસી વિસ્તારના મતક્ષેત્રો જોતાં કુલ 252 કરોડ રુપિયાનું MLA LAD ફંડ હતું. જેમાંથી 230.37 કરોડ રૂપિયાન કામો મંજુર કરવામાં આવ્યા અને 177 કરોડ રૂપિયાના કામો થયા. આ ભંડોળમાંથી 75 કરોડ જેટલી રકમ વણવપરાયેલ રહી છે.

અન્ય સમાચારો પણ છે...