મેટ્રો પ્રોજેક્ટ:ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સાબરમતી ખાતે OWGને 7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવવાની કામગીરી પૂર્ણ

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઓપન વેબ ગર્ડર (OWG) 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે

ઓગસ્ટ 2022માં જ્યારે ભારતની આઝાદીનું 75મું વર્ષ હશે તે સમયે અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેકટ પૂર્ણ કરવાનું ધ્યેય છે. તે દિશામાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આજે સાબરમતી ખાતે OWG (ઓપન વેબ ગર્ડર)ને 7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવીને આ કામગીરી પૂર્ણ કરવા તરફ એક વધુ કદમ લીધેલ છે.

આ ઓપન વેબ ગર્ડર 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે તથા 18500 HSFG બોલ્ટ્સ દ્વારા એકસાથે બાંધવામાં આવેલા 550 MT કરતાં વધુ સ્ટીલ મેમ્બરોથી બનેલું છે. ગર્ડરનું કુલ વજન 850 MT છે. ગર્ડરને બે વિંચ મશીનનો ઉપયોગ કરીને અને 250mm પ્રતિ મિનિટની ગતિએ લોન્ચ કરવામાં આવેલ છે. આ માઈલ સ્ટોનને પૂર્ણ કરવામાં ગુજરાત સરકાર, અમદાવાદ કલેક્ટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ભારતીય રેલ્વે ની સતત મદદ મળેલ છે અને તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ વિશેષ આભાર વ્યક્ત કરે છે.

અમદાવાદ મેટ્રો ટ્રેનની 2003થી અત્યારસુધીની કામગીરી

 • 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું
 • 2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતા કેન્દ્ર સરકારે મંજૂરી આપી
 • 2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી
 • 2010માં ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું
 • 2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો
 • 2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો
 • 2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
 • 2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
 • 2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી
 • 2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ
 • 2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ
 • 2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ
 • 2020માં કોરાનાના કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવું બંધ કરવામાં આવ્યું
 • 2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન મુજબ મેટ્રો ટ્રેન શરૂ કરાઈ
 • 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો

મેગા કંપનીનો 2022માં પ્રોજેક્ટ પૂરો કરવાનો દાવો
બીજી વખત જ્યારે 2007માં આ પ્રોજેક્ટ આગળ વધારવાની ચર્ચા થઈ ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 8 હજાર કરોડ થવાની હતી. 2017માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ રૂ. 10773 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને રૂ. 12787 કરોડ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે તેટલો ખર્ચ વધી રહ્યો છે. હવે મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવવાનો દાવો કર્યેા છે.

અન્ય સમાચારો પણ છે...