તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ગુજરાતે 23મીથી શાળાઓ ખોલવા અંગેનો ઠરાવ બહાર પાડી દીધો પણ 5 રાજ્યોમાં સ્કૂલો ખૂલ્યા બાદ બાળકો પોઝિટિવ આવતાં શાળાઓ બંધ કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતે 23મીથી શાળાઓ ખોલવા અંગેનો ઠરાવ બહાર પાડી દીધો
 • બે રાજ્યોએ શાળા ખોલવાનો નિર્ણય લીધા બાદ મુલતવી રાખી દેવામાં આવ્યો છે

ગુજરાત સરકારે શુક્રવારે શાળા-કોલેજો શરૂ કરવાનો ઠરાવ બહાર પાડ્યો છે. જોકે વાલીમંડળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. દેશમાં 5 રાજ્યોએ શાળાઓ ખૂલ્યાં પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટીવ આવ્યાં તે પછી ત્યાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઓડીશા અને તામિલનાડુ જેવા રાજ્યોએ તો દિવાળી બાદ શાળા શરૂ કરવાનો લીધેલો નિર્ણય માંડી વાળ્યો છે.

આંધ્ર પ્રદેશમાં શાળાઓ ખૂલ્યા બાદ 879 શિક્ષકો અને 575 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યાં તથા છેલ્લાં દસ દિવસમાં જ કોરોના કેસોનો ભરાવો થતાં ત્યાં ઘણાં વાલીઓ બાળકોને શાળાએ મોકલી રહ્યાં નથી.

ઉત્તરાખંડમાં 2 નવેમ્બરે શાળાઓ ખૂલી તેના એક સપ્તાહમાં જ 80 શિક્ષકો પોઝિટિવ આવ્યા હતા અને શાળાઓ ફરી બંધ કરવી પડી હતી. હિમાચલ પ્રદેશમાં પણ 2 નવેમ્બરથી શાળા શરૂ થઇ તે પછી 40 શિક્ષકો પોઝીટીવ મળ્યા.

મિઝોરમમાં 21સપ્ટેમ્બરે શાળા ખૂલી અને આઠ બાળકો પોઝિટીવ થયાં, તે શાળાઓ ત્વરિત બંધ કરવી પડી. શાળા ખૂલ્યાના દિવસથી અત્યાર સુધીમાં કોરોનાના કેસ બમણાં થયાં, 21 સપ્ટેમ્બરે 1,500 કેસથી હવે 3,200 થયાં.

હરિયાણામાં શાળા ખૂલ્યા પછી 3 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા જ્યારે એક મહિનાથી પણ ઓછા ગાળામાં અહીં 42 હજાર કરતાં વધુ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. બિહારમાં 29 સપ્ટેમ્બરે શાળાઓ ચાલુ થયાં બાદ રાજ્યમાં 45 હજાર આસપાસ કેસ નોંધાયા. વાલીઓ રાજી ન હોવાથી હાલ અહીંની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંચ ટકા જેટલી જ રહે છે.

જમ્મુ અને કાશ્મીરમાં સરકારે 21 સપ્ટેમ્બરે શાળા ખોલી અને તેપછી અત્યાર સુધીમાં 35 હજાર કેસ નોંધાયા હતા. મેઘાલયમાં અને નાગાલેન્ડમાં પણ 21સપ્ટેમ્બરે શાળાઓ શરૂ કરાઇ અને મેઘાલયમાં કોરોનાના કુલ કેસ 4,733થી વધી 10,368 થયાં જ્યારે નાગાલેન્ડમાં કુલ કેસ 5,544થી વધી બમણાંની નજીક 9,578 થયાં.

પંજાબમાં 19 ઓક્ટોબરે શાળા શરૂ થઇ તે દિવસથી અત્યાર સુધીમાં 11 હજાર કેસ વધ્યા હતા. ઉત્તરપ્રદેશમાં પણ 19 ઓક્ટોબરે શાળાઓ શરૂ થઇ અને એક મહિનાથી પણ ઓછા ગાળામાં 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. આસામમાં 2 નવેમ્બરે શાળા ખૂલ્યાં બાદ દસ દિવસમાં કોરોનાના કુલ 3 હજાર કેસ વધ્યાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો