હંમેશા એવું કહેવાય છે કે ગુજરાતીઓ સમૃદ્ધ પ્રજા છે. તેમની પાસે પૈસા હોય છે. આ ખરું પણ છે. પણ તેનું કારણ છે કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવાની ગુજરાતીઓની પ્રકૃતિ. સમૃદ્ધિ છે એટલે ગુજરાતીઓ ખુશ નથી પણ ખુશ રહે છે એટલા માટે તેમની પાસે સમૃદ્ધિ છે.
આપણે પોતાના પરિવાર, મિત્રો, ધર્મ, સમાજ, કામકાજથી લઈને ખાણી-પીણી અને હરવાફરવામાં પણ ખુશીઓ શોધી લઈએ છીએ. પણ કેવી રીતે? આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસરના સહયોગથી દિવ્ય ભાસ્કરે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો. કારણ કે ઉત્તરાયણ પણ ખુશીઓનો જ તહેવાર છે.
સવાલ - ગુજરાતી પરિવારોને સૌથી વધુ ખુશી કઇ વાતથી મળે છે.
જવાબ - પોતાના પરિવાર સાથે મેક્સિમમ સમય પસાર કરવાથી, સમાજ કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરવાથી, અબોલા જીવને ખવડાવવાથી અને જરૂરિયાતમંદોનો દાન કરવાથી સૌથી વધારે ખુશી મળે છે. આ તમામ વસ્તુઓ કરવાથી તેમને પોઝિટિવ એનર્જી મળે છે અને તે હંમેશા ખુશ રહે છે.
ગુજરાતી મિજાજ: ગમતાનું કરીએ ગુલાલ
સવાલ - ઘરમાં કઇ વાતથી તેમની ખુશી વધી જાય છે
જવાબ - ઘરમાં પોતાના પરિવાર સાથે ગેમ્સ રમવાથી, કોઇપણ એક સમય પર સાથે ભોજન કરવાથી, સાથે મૂવી જોવાથી કે પછી સાથે પોતાની મનપસંદ વસ્તુને બનાવીને ખાવાથી તેઓને સૌથી વધારે ખુશી મળે છે. આ દરેક પરિસ્થિતિમાં તેઓ પરિવારની સતત નજીક રહે છે. જેથી તેમને ક્યારેય એકલા હોવાનો અહેસાસ નથી થતો માટે જ મોટાભાગના લોકો જોઇન્ટ ફેમિલીમાં રહેવાનું પસંદ કરે છે. ઘરમાં હોય ત્યારે પરિવાર સાથે મેક્સિમમ સમય પસાર કરવાથી તેમને સૌથી વધારે ખુશી મળે છે.
સવાલ - મહિલાઓ કઇ વાતથી ખુશ જવાબ - મહિલાઓને પોતાનું મનગમતું કામ કરવાની આઝાદી છે, મહિલાઓને પરિવાર તરફથી ખૂબ જ સપોર્ટ મળે છે. સાથે જ સૌથી મહત્ત્વની વાત કે ગુજરાતમાં મહિલાઓને આદર અને માનસન્માન મળે છે જેના કારણે મહિલાઓ કોઇપણ સંકોચ વગર પોતાના નિર્ણય લઇ શકે છે તેના કારણે તેઓ હંમેશા ખુશ રહે છે.
સવાલ - પુરુષો કઇ વાતથી સૌથી વધારે ખુશી મળે છે.
જવાબ - પરિવાર સાથે સમય પસાર કરવાથી, બિઝનેસમાં સતત પ્રગતિ થવાથી, સમાજ કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરવાથી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી પુરુષોને સૌથી વધારે ખુશી મળે છે.
સવાલ - એવો કયો વિશ્વાસ છે કે જે ગુજરાતીઓને કોઇ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રાખે છે.
જવાબ - થઇ જશે એ શબ્દથી ગુજરાતીઓને શક્તિ મળે છે. હું એકલો નથી, પરિવાર અને ઇશ્વર બન્ને મારી સાથે છે એટલે તેઓ તમામ કામ કરી શકે છે તેવુ તેઓ માને છે અને આજ વિશ્વાસ છે કે જે ગુજરાતીઓને કોઇપણ પિરસ્થિતિમાં હંમેશા ખુશ રાખે છે.
સવાલ - ધર્મ, આસ્થાનું ગુજરાતીઓની ખુશીઓમાં શું યોગદાન છે
જવાબ - ધર્મ અને આસ્થાનું ગુજરાતીઓની ખુશીઓમાં ખૂબ મોટુ યોગદાન છે. ભગવાન પરની શ્રદ્ધાને કારણે જ તેઓ એવુ માને છે કે ઇશ્વર હંમેશા તેમની સાથે જ છે. સાથે જ બિઝનેસમાં સફળતાને પણ તેઓ ભગવાની કૃપા માને છે જેથી તેઓ ઇશ્વરએ આપેલી સફળતા માંથી જ પાછું ઇશ્વર અને સમાજને આપવાનું પસંદ કરે છે. જેથી તેઓ મંદિરોમાં દાન કરે છે, જરૂરિયાતોની મદદ કરે છે, અબોલ જીવને ખવડાવાનું પસંદ કરે છે અને આજ ભક્તિની શક્તિને કારણે તેમના ચહેરા પર કોઇપણ પરિસ્થિતિમાં સ્માઇલ બરકરાર રહે છે. (આ વાત નીચે 3 પોઇન્ટર્સમાં લખી છે)
સવાલ - બિઝનેસમાં સફળતા દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાથી મળે છે કેવી રિતે
જવાબ - ઇશ્વરમાં શ્રદ્ધા અને પોતાના પરનો આત્મવિશ્વાસ અને કોઇપણ પરિસ્થિતિમાં પોતાના પરિવારનો સાથના કારણે ગુજરાતીઓ કોઇપણ પરિસ્થિતિમાં ખુશ રહે છે અને બિઝનેસમાં સફળતા મેળવે છે.
(આ વાત નીચે 3 પોઇન્ટર્સમાં લખી છે)
ઉદાહરણ એક માઇન્ડ સેટ એ હોય કે તમને વધારે મળશે તો મને ઓછુ મળશે, મને વધારે મળશે તો તમને ઓછુ મળશે પણ અંહીયાના લોકોનું માઇન્ડ સેટ એ છે કે ચલો સાથે મળીને મોટુ કામ કરીએ જેથી બન્નેને વધારે મળે. અંહીયા લોકો એકબીજાની ઇર્ષા કરતા સાથે મળીને મોટુ કામ કરવાની વાત કરે છે.
સવાલ - જમવામાં કઇ એવી વસ્તુ છે કે જે તેમની ખુશી વધારી દે છે
જવાબ - ફૂડ એ ગુજરાતીઓની હેપીનેસના સૌથી મોટા કારણમાંનું એક કારણ છે. ગુજરાતીઓ બિગટાઇમ ફૂડી છે. તેઓ સતત કઇંક નવુ એક્સપ્લોર કરતા રહે છે. એટલા માટે જ ગુજરાતમાં પરંપરાગત ગુજરાતી ફૂડની સાથે સાથે તમામ આંતરરાજ્યકીય અને આંતરરાષ્ટ્રીય ફૂડ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતીઓ આ દરેક ફૂડને ગુજરાતી ફૂડ બનાવી જાણે છે.
(અલગ અલગ ફૂડનું ગુજરાતી વર્ઝન ગુજરાતીઓ બનાવી લે છે ) જ્યારે પણ ગુજરાતીઓ પોતાના રાજ્ય કે દેશની બહાર જાય છે ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના પરંપરાગત ફૂડ ખાવાનો આગ્રાહ રાખે છે. એટલે જ આપણને ગુજરાતી થાળી અને કેટલીક પરંપરાગત ગુજરાતી વાનગીઓ બધે જ આસાનીથી મળી જાય છે.
સવાલ - ફ્રી સમયમાં કઇ એવી એક્ટિવિટી છે જે તેમને સૌથી વધારે પસંદ છે જે સૌથી વધુ ખુશી આપે છે
જવાબ - ગુજરાતીઓ હંમેશાથી પ્રોગ્રેસિવ લોકો છે. જેથી ફ્રી સમયમાં પણ તેઓ પોતાના પરિવાર સાથે તેઓ પોતાની લીટીને કઇં રીતે મોટી કરી શકે તે અંગે પ્રયાસ કરતા હોય છે. ઉદાહરણ તરીકે ફ્રી સમયમાં તેઓ શેર બજારમાં રોકાણ કરતા હોય છે. કે ફ્રી સમયમાં આવી જ રિતે ઇન્કમના વધારવાના કોઇ બીજા સોર્સ વિશે વિચાર કરતા હોય છે. તેઓને ફ્રી સમયમાં પણ પોતાની લીટી વધારવાથી સૌથી વધારે ખુશી મળે છે. જોબ કરતા કેટલાક ગુજરાતીઓ પણ જોબ સાથે ફ્રી સમયમાં એકસ્ટ્રા ઇન્કમ માટે કામગીરી કરતા હોય છે. ઇનશોર્ટ ગુજરાતીઓને ફ્રી સમયમાં તેમની લીટી વધારવાથી સૌથી વધારે ખુશી મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.